Homeગુજરાતીપીએમ  મોદી ફ્રાંસ જવા માટે થયા રવાના - બેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય...

પીએમ  મોદી ફ્રાંસ જવા માટે થયા રવાના – બેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે

દિલ્હીઃ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ ગુરુવારે સવારે દિલ્હીથી ફ્રાન્સ જવા રવાના થયા હતા. વડાપ્રધાન મોદી ફ્રાન્સ ઉપરાંત યુએઈની પણ મુલાકાત લેશે. પીએમ મોદી 13 અને 14 તારીખે ફ્રાન્સમાં રહેશે. આ દરમિયાન પીએમ મોદી 14 જુલાઈએ ફ્રાન્સમાં બેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન દ્વિપક્ષીય બેઠક પણ કરશે. ફ્રાન્સ બાદ પીએમ મોદી 15 જુલાઈએ યુએઈ જશે.

સંબંધિત લેખો

Most Popular