1. Home
  2. revoinews
  3. ભારતીય ક્રિકેટમાં મોટો ફેરબદલ: શ્રેયસ અય્યર નવો T20 કેપ્ટન, સૂર્યવંશીને ટીમમાં સ્થાન મળ્યું
ભારતીય ક્રિકેટમાં મોટો ફેરબદલ: શ્રેયસ અય્યર નવો T20 કેપ્ટન, સૂર્યવંશીને ટીમમાં સ્થાન મળ્યું

ભારતીય ક્રિકેટમાં મોટો ફેરબદલ: શ્રેયસ અય્યર નવો T20 કેપ્ટન, સૂર્યવંશીને ટીમમાં સ્થાન મળ્યું

0
Social Share

મુંબઈ, 6 જૂન 2026: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના મુખ્યાલય ખાતે અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિની મહત્વની બેઠક પૂર્ણ થઈ છે. આ બેઠકમાં આગામી આયર્લેન્ડ પ્રવાસ, ઇંગ્લેન્ડ સામેની ટી20 શ્રેણી અને સપ્ટેમ્બરમાં યોજાનારી એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ પસંદગીમાં સૌથી મોટો ઉલટફેર કેપ્ટનશિપને લઈને જોવા મળ્યો છે. સૂર્યકુમાર યાદવના સ્થાને હવે સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યરને ભારતીય ટી20 ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને પ્રથમ વખત સિનિયર ટીમમાં સ્થાન આપીને પસંદગીકારોએ મોટો દાવ ખેલ્યો છે.

શ્રેયસ અય્યરને જ્યાં ટીમની કમાન સોંપવામાં આવી છે, ત્યાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલા યુવા બેટ્સમેન તિલક વર્માને ટીમના નવા ઉપકેપ્ટન (વાઇસ કેપ્ટન) તરીકે નિયુક્ત કરાયા છે. તિલક છેલ્લા કેટલાક સમયથી ટી20 ટીમનો નિયમિત હિસ્સો રહ્યા છે અને હવે તેઓ શ્રેયસ સાથે લીડરશિપની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય ટીમમાં યુવા ખેલાડીઓ અને આક્રમક ઓલરાઉન્ડર્સ પર વિશેષ પસંદગી ઉતારવામાં આવી છે.

  • આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ

ભારતીય ટીમ 26 અને 28 જૂનના રોજ આયર્લેન્ડ સામે બે ટી20 મેચ રમશે. ત્યારપછી 1 જુલાઈથી ઇંગ્લેન્ડ સામે પાંચ ટી20 અને ત્રણ વનડે મેચોની મર્યાદિત ઓવરોની શ્રેણી શરૂ થશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચોની ટી20 શ્રેણીની પ્રથમ મેચ 1 જુલાઈએ ચેસ્ટર લી ખાતે રમાશે. આ પછી 4,7,9 અને 11 જુલાઈએ બાકીની ચાર મેચો રમાશે. ત્યારબાદ બર્મિંગહામમાં 14 જુલાઈથી બંને ટીમો વચ્ચે ત્રણ મેચોની વનડે શ્રેણી રમાશે, જેની અંતિમ મેચ 19 જુલાઈએ લંડનના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર રમાશે. આ પ્રવાસ પૂર્ણ થયા બાદ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં જાપાનમાં એશિયન ગેમ્સ યોજાવાની છે, જેમાં ભારતીય ટીમ પોતાના ટાઇટલ બચાવવા મેદાને ઉતરશે.

  • આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટેની ભારતીય ટી20 ટીમ

આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની ટી20 શ્રેણી માટે પસંદગીકારોએ એકસરખી ટીમ પર જ ભરોસો મૂક્યો છે. ટીમમાં શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (ઉપકેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), વૈભવ સૂર્યવંશી, શિવમ દુબે, નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે.

  • એશિયન ગેમ્સ માટે જાહેર થયેલી ભારતીય ટીમ

સપ્ટેમ્બરમાં રમાનારી એશિયન ગેમ્સ માટેની ટીમમાં થોડા ફેરફાર જોવા મળ્યા છે, જેમાં સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની એન્ટ્રી થઈ છે. આ પ્રવાસ માટેની ટીમમાં શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (ઉપકેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), વૈભવ સૂર્યવંશી, શિવમ દુબે, નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, જસપ્રિત બુમરાહ, હર્ષિત રાણા અને અર્શદીપ સિંહને સ્થાન મળ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code