1. Home
  2. Agency
  3. News
  4. હવે અનામત હટાવો -RHAના નામે ઑનલાઈન મૂવમેન્ટ, થોડા કલાકમાં થયા 5.6 મિલિયન ફોલોઅર
હવે અનામત હટાવો -RHAના નામે ઑનલાઈન મૂવમેન્ટ, થોડા કલાકમાં થયા 5.6 મિલિયન ફોલોઅર

હવે અનામત હટાવો -RHAના નામે ઑનલાઈન મૂવમેન્ટ, થોડા કલાકમાં થયા 5.6 મિલિયન ફોલોઅર

0
Social Share

રિવોઈ ન્યૂઝ, 28 જુલાઈ, 2026સીજેપીના મામલો હજુ શાંત પડવાનું નામ નથી લેતો ત્યાં સોશિયલ મીડિયા ઉપર વધુ એક સંગઠનનો જન્મ થયો છે. રિઝર્વેશન (અનામત) હટાવો આંદોલન અર્થાત RHA નામે આ સંગઠન એકાએક વાયરલ થઈ રહ્યું છે.

આ સંગઠન ઈન્સ્ટાગ્રામ અને એક્સ (X) બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે. જોકે તપાસ કરતાં જણાય છે કે આમ તો આ સંગઠન એક્સ ઉપર સપ્ટેમ્બર 2019થી અને ઈન્સ્ટાગ્રામ ઉપર પણ છેલ્લા થોડા મહિનાથી સક્રિય છે.

જોકે, આશ્ચર્યની વાત એ છે કે, જંતરમંતર ઉપર સીજેપીના ઉધામા દરમિયાન છાને ખૂણે અનામતનો મુદ્દો પણ ઉઠ્યો હતો અને શક્ય છે કે ત્યારબાદ RHAના ઈન્સ્ટા હેન્ડલ ઉપર ફોલોઅરની સંખ્યા વધી હોય. હાલ આજે મંગળવારે આ સમાચાર લખાય છે ત્યાં સુધીમાં તેના 5.6 મિલિયન ફોલોઅર બતાવે છે.

Remove reservation now - Online movement in the name of RHA, 5.6 million followers in a few hours

આરએચએ દ્વારા તેની ઈન્સ્ટા સ્ટોરીમાં જણાવ્યા અનુસાર, “અમે આ ચળવળને વિશ્વની સૌથી મોટી ચળવળ બનાવીશું અને તે પણ કોઈપણ પ્રકારની હિંસા વિના. દુનિયા નવા-પ્રગતિશીલ ભારતને જોઈ શકશે.”

ભારતમાં અનામત અર્થાત રિઝર્વેશન એ અત્યંત સંવેદનશીલ મુદ્દો છે અને તેને કારણે કેન્દ્ર સરકાર સહિત કેટલીક રાજ્ય સરકારોનાં પણ પતન થયાં છે.

આ ચળવળના સ્થાપક કોણ છે અને તેમની સાથે બીજા કોણ છે એ તો હજુ જાહેર થયું નથી. પરંતુ સંગઠન દ્વારા તેમના ઈન્સ્ટાગ્રામ ઉપર અજિત ભારતી સહિત અન્ય લોકો દ્વારા જ્યારે જ્યારે અનામત પ્રથાના વિરુદ્ધમાં બોલવામાં આવ્યું હોય તેના વીડિયો અપલોડ કરવામાં આવેલા છે.

RHAના ઈન્સ્ટાગ્રામ ઉપર બે દિવસ પહેલાં પબ્લિશ થયેલો વીડિયોઃ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code