- ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા ખાતે પ્રદેશના વિવિધ મોરચા અને વિભાગના પ્રદેશના પદાધિકારીઓની બેઠક યોજાઇ
ગાંધીનગર, 5 ઑક્ટોબર, 2026 – ‘Seva Jyoti Kalash Yatra’ on October 7 – વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ગુજરાતના મુખ્યમંત્રી તથા દેશના પ્રધાનમંત્રી તરીકે 7 ઓક્ટોબરે જાહેરસેવાના અવિરત 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત 7 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની 25 વર્ષની અવિરત જનસેવા અને સુશાસનની યાત્રા પ્રત્યે કૃતજ્ઞતા અને સ્નેહ વ્યક્ત કરવા ગુજરાત સહિત સમગ્ર દેશના તમામ જિલ્લા તથા મહાનગરોમાં ‘સેવા જ્યોતિ કળશ યાત્રા‘ યોજાશે.
આ સમગ્ર કાર્યક્રમ અંગે માહિતી આપતા ગુજરાત ભાજપાના મુખ્ય પ્રવકતાશ્રી ડૉ. અનિલભાઈ પટેલના જણાવ્યું કે, સોમવારે ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા ભાજપા પ્રદેશ પ્રભારી શ્રી તરુણ ચુગજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ બેઠક યોજાઈ હતી. પ્રદેશ સહ પ્રભારી શ્રી અજય મહાવરજી, સહ પ્રભારી શ્રીમતી ગોમતી સાઈજી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ સહ સંગઠન મહામંત્રી શ્રી અરુણ બિન્નાડીજી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી વર્ષાબેન દોશી, રાષ્ટ્રીય મંત્રી શ્રી રોહનભાઈ ગુપ્તા પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

આજની પ્રદેશ બેઠકમાં ભાજપા પ્રદેશ પ્રભારી શ્રી તરુણ ચુગજી, પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીએ વિવિધ સંગઠનાત્મક વિષયો તથા સંગઠનના આગામી કાર્યક્રમોના સુચારુ સંચાલન સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ગુજરાતના મુખ્યમંત્રી તથા દેશના પ્રધાનમંત્રી તરીકે 7 ઓક્ટોબરે જાહેરસેવાના અવિરત 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત 7 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની 25 વર્ષની અવિરત જનસેવા અને સુશાસનની યાત્રા પ્રત્યે કૃતજ્ઞતા અને સ્નેહ વ્યક્ત કરવા ગુજરાત સહિત સમગ્ર દેશના તમામ જિલ્લા તથા મહાનગરોમાં ‘સેવા જ્યોતિ કળશ યાત્રા‘ યોજાનાર છે તેના સુચારુ આયોજન સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સવારે 9.00 કલાકે વર્ચ્યુઅલ સંબોધન કરી ‘વિકસિત ભારત @ 2047’નો સામૂહિક સંકલ્પ લેવડાવશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના સંબોધન પૂર્વે ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજી પણ સંબોધન કરશે. ગુજરાતના તમામ જિલ્લા મહાનગરોમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સંબોધનનું સેવા જ્યોતિ કળશ યાત્રાના પ્રસ્થાન સ્થળે લાઈવ પ્રસારણ કરવામાં આવશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સંબોધન બાદ સ્થાનિક અગ્રણીશ્રીઓ દ્વારા સેવા જ્યોત પ્રજ્જવલિત કરવામાં આવશે. ત્યારબાદ ‘સેવા જ્યોતિ કળશ યાત્રા‘ નો પ્રારંભ થશે. રાજ્યભરમાં યોજાનારી ‘સેવા જ્યોતિ કળશ યાત્રા‘ માં ભાજપા સંગઠનના પદાધિકારીઓ, ચુંટાયેલા જનપ્રતિનિધિઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાશે.
બેઠકમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારની તથા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના દિશાદર્શન હેઠળની રાજ્યની ભાજપા સરકારની વિકાસ, જનસેવા, જનસુવિધાને કેન્દ્રમાં રાખી કરવામાં આવેલી જનહિતલક્ષી કામગીરી અને અનેકવિધ લોકકલ્યાણની યોજનાઓની માહિતી જન જન સુધી પહોંચાડવાનું કાર્ય અવિરતપણે ચાલુ રાખવા ઉપસ્થિત સૌને આહવાન કરવામાં આવ્યું હતું. પ્રદેશ સહ પ્રભારીશ્રીઓ તથા પ્રદેશ સહ સંગઠન મહામંત્રીશ્રીની નિયુક્તિ બાદ આજે પરિચય બેઠક યોજાઇ હતી.
પ્રદેશ બેઠકમાં યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. હેમાંગભાઈ જોષી, પ્રદેશ મહામંત્રીશ્રીઓ શ્રી અનિરૂદ્ધભાઈ દવે, ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ પદાધિકારીઓ, જિલ્લા-મહાનગરના પ્રમુખશ્રીઓ તથા પ્રભારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ અગાઉ, ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા ભાજપા પ્રદેશ પ્રભારી શ્રી તરુણ ચુગજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશના વિવિધ મોરચાના પ્રમુખ, પ્રભારી તથા મહામંત્રી તેમજ પ્રદેશ મીડિયા, સોશિયલ મીડિયા તથા આઇ.ટી. વિભાગના પ્રદેશ પદાધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં પ્રદેશ સહ પ્રભારી શ્રી અજય મહાવરજી, સહ પ્રભારી શ્રીમતી ગોમતી સાઈજી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ સહ સંગઠન મહામંત્રી શ્રી અરુણ બિન્નાડીજી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
પ્રદેશ પ્રભારી શ્રી તરુણ ચુગજી, ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીએ વિવિધ મોરચા અને વિભાગના પદાધિકારીઓ સાથે સંગઠનાત્મક કામગીરી અંગે વિસ્તૃત પરામર્શ કરી માર્ગદર્શન આપ્યું હતું. બેઠક દરમિયાન વિવિધ મોરચા અને વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી, સંગઠનાત્મક વ્યવસ્થાપન, કાર્યકર્તાઓ સાથેનો સતત સંવાદ, જવાબદારીઓનું સુનિયોજિત સંકલન તથા આગામી કાર્યક્રમોના આયોજન અને અમલીકરણ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત બેઠકમાં વિવિધ મોરચા અને વિભાગના માધ્યમથી કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકારની જનકલ્યાણકારી યોજનાઓ તથા વિકાસકાર્યોની માહિતી લોકો સુધી પહોંચાડવા, કાર્યકર્તાઓના સક્રિય સહયોગથી જનસંપર્કને વધુ વ્યાપક અને પરિણામલક્ષી બનાવવા અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.


