Homeગુજરાતીગુજરાતબનાસકાંઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ-શો યોજાયો

બનાસકાંઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ-શો યોજાયો

પાલનપુર, 30 ઓક્ટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસના આજે પ્રારંભે બનાસકાંઠા જિલ્લામાં ભારે ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ જોવા મળ્યું હતું. બનાસકાંઠા આગમન પર પીએમ મોદીના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માર્ગની બંને બાજુએ ઉપસ્થિત વિશાળ જનમેદનીએ હર્ષોલ્લાસ સાથે તેમનું સ્વાગત કર્યું હતું. આ ઐતિહાસિક અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય અગ્રણીઓ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદીના આ બે દિવસીય પ્રવાસ દરમિયાન બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતને કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ મળી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે, પીએમ મોદીનો બનાસકાંઠામાં ભવ્ય રોડ-શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોનું અભિવાદન જીલ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહર્ત કરશે. આ ઉપરાંત આવતીકાલે તેઓ એકતાનગર જશે ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજ્યંતિ પ્રસંગે યોજાતા કાર્યક્રમમાં ઉપસ્થિત રહશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular