Homeગુજરાતીગુજરાતમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આદિવાસી રિચ આઉટના બીજા દિવસે રતનમહાલના જંગલમાં પહોંચ્યા, જુઓ VIDEO

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આદિવાસી રિચ આઉટના બીજા દિવસે રતનમહાલના જંગલમાં પહોંચ્યા, જુઓ VIDEO

  • મુખ્યમંત્રીએ પીપર ગોટાના આદિજાતિ ખેડૂતના ઘરે ઓચિંતી મુલાકાત લીધી
  • રતનમહાલના જંગલ વચ્ચે આવેલા પ્રાચીન બાબાદેવના સ્થાનકે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા
  • આદિવાસી સમાજની લોકઆસ્થા અને પરંપરાનું પ્રતીક છે બાબાદેવનું સ્થાનક

પંચમહાલ, 19 નવેમ્બર, 2026 –  Chief Minister Bhupendrabhai tribal reach out મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ જિલ્લાની ત્રિદિવસીય મુલાકાતના બીજા દિવસે ધાનપુર તાલુકાના રતનમહાલના ગાઢ જંગલની વચ્ચે આવેલા ભુવેરો ગામના પ્રાચીન બાબાદેવના સ્થાનકે પહોંચીને શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા હતા અને આશીર્વાદ મેળવ્યા હતા.

Chief Minister Bhupendrabhai reaches Ratanmahal forest on the second day of tribal reach out
Chief Minister Bhupendrabhai reaches Ratanmahal forest on the second day of tribal reach out

બાબાદેવનું આ સ્થાનક આદિવાસી સમાજની ધાર્મિક આસ્થા, પરંપરા અને સંસ્કૃતિનું પ્રતીક છે. અહીં વર્ષોથી આદિવાસી સમાજ દ્વારા બાબાદેવની પૂજા-અર્ચના કરવામાં આવે છે. દર વર્ષે અખાત્રીજ અને મહાશિવરાત્રિના પર્વે અહીં મોટા મેળાનું આયોજન થાય છે. જ્યારે શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડે છે.

આદિવાસી સમાજમાં બાબાદેવને ગામના રક્ષક અને સુખાકારીના દેવ તરીકે પૂજવામાં આવે છે. ગામ અને પરિવારની સુખાકારી, સારા વરસાદ અને ખેતીમાં સમૃદ્ધિ માટે ભક્તો બાબાદેવની પ્રાર્થના કરે છે. માનતા અને બાધા રાખવાની પરંપરા પણ અહીં જોવા મળે છે.

આ પણ વાંચોઃ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સાદગી આદિજાતિ ગ્રામજનો અને પરિવારોને સ્પર્શી ગઈ

ભુવેરો ગામના પૂજારી શ્રી સોમાભાઈ ડામોર છેલ્લા ૨૫ વર્ષથી બાબાદેવની નિયમિત પૂજા-અર્ચના કરી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રી મંદિરે દર્શને પહોંચ્યા ત્યારે તેમણે પૂજા કરી બાબાદેવના લોક આસ્થાના મહત્વ વિશે માહિતી આપી હતી.

રતનમહાલના જંગલ વિસ્તારમાં આવેલા ભૂવેરો ગામના બાબાદેવ મંદિર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગ્રામજનો સાથે જમીન પર સાદગીપૂર્વક બેસીને સંવાદ કર્યો હતો.
આ દરમિયાન તેમણે ગ્રામજનોની વાતો સાંભળી, તેમના સ્થાનિક પ્રશ્નો સાંભળ્યા હતા. સાથે સખી મંડળની બહેનો દ્વારા લાગવેલ સ્ટોલની મુલાકાત લઈ સંવાદ કર્યો જેમાં પ્રાકૃતિક ખેતી, ખજૂરીના પાન માંથી બનાવેલ છાબડી, હર્બલ સાબુ, તીર કમાન જેવી બનાવટો પ્રદર્શિત કરવામાં આવી હતી.

આદિવાસીઓ સાથે રિચ આઉટના બીજા દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આદિજાતિ વિસ્તાર ગરબાડાની મૂલાકાતના બીજા દિવસે એક અદના આદિજાતિ ખેડૂતના ઘરે સાવ અચાનક જ જઈ પહોંચ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ રતનમહાલ પ્રોજેક્ટની મૂલાકાત લઈને ગરબાડા જવાના રૂટમાં આવતા પીપર ગોટા ગામે ઓચિંતી જ કાર થોભાવી દીધી હતી અને આ નાનકડા આદિવાસી ગામના કાચા રસ્તા ખૂંદતા મુખ્યમંત્રીશ્રી આદિજાતિ ખેડૂત બકુલભાઈ વાખળાના ઘરે પહોંચ્યા હતા.

Chief Minister Bhupendrabhai reaches Ratanmahal forest on the second day of tribal reach out
Chief Minister Bhupendrabhai reaches Ratanmahal forest on the second day of tribal reach out

એટલુ જ નહિ તેમણે બકુલભાઈ અને પરિવાર સાથે મકાઈની ખેતી તથા આજીવિકા અંગે વાતચીત કરીને વિગતો મેળવી હતી. પરિવારના બાળક સાથે પણ વડિલ વાત્સલ્ય ભાવથી મુખ્યમંત્રીશ્રીએ તેના અભ્યાસ અને શાળા વિશે વાતચીત કરી હતી.

પીપર ગોટા જેવા નાનકડા ગામના આદિવાસી કસબામાં મુખ્યમંત્રીશ્રીના આગમન અને શ્રી ભૂપેન્દ્ર પટેલની સાવ સાહજિક અને સરળ શૈલીથી આદિવાસી પરિવારોએ આપણા ભૂપેન્દ્ર દાદા આપણા ઘરે હાલ ચાલ પુછવા આવ્યા તેવી અદમ્ય લાગણી અનુભવી હતી.

♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img