- ઐતિહાસિક વારસો, કલા અને સંસ્કૃતિનો સંગમ: ભદ્ર ફેસ્ટિવલ, વોટર હેરિટેજ સિરીઝ અને ‘વારસાનો ઉત્સવ’ સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં 10000થી વધુ લોકો એ ભાગ લીધો
અમદાવાદ, 26 નવેમ્બર, 2026 – ‘World Heritage Week-2026’ ભારતના પ્રથમ UNESCO વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેનો ગૌરવપૂર્ણ દરજ્જો ધરાવતા અમદાવાદ શહેરમાં આગામી તા. 19થી 25 નવેમ્બર, 2026 દરમિયાન ‘વર્લ્ડ હેરિટેજ વીક’ની ઉજવણી કરવામાં આવી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ સંસ્થાઓ, કલાકારો અને હેરિટેજ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓના સહયોગથી આ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ઐતિહાસિક વારસા, સ્થાપત્ય, કલા, સંગીત અને લોકસંસ્કૃતિને નાગરિકો, ખાસ કરીને યુવા પેઢી સુધી પહોંચાડવાના હેતુથી વિવિધ વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં અગાઉના વર્ષોમાં વર્લ્ડ હેરિટેજ વીક અંતર્ગત ઐતિહાસિક હવેલીઓ અને દરવાજાઓને રોશનીથી શણગારવા, હેરિટેજ વિષયક પ્રકાશનો, Façade Design Competition, હેરિટેજ મકાનોના સમારકામ અને TDR અંગે માર્ગદર્શન કેમ્પ, જનજાગૃતિ અભિયાન તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

વર્ષ 2025માં આ ઉજવણીને વધુ વ્યાપક સ્વરૂપ આપતા Guided Heritage Walks, Food Heritage Walk, નાટ્યપ્રસ્તુતિઓ, Sketching Workshops, પ્રદર્શનો, Tour Guide Training તેમજ યુવાનો માટે શહેરના 21 હેરિટેજ સ્થળોને આવરી લેતી Cycling Treasure Hunt સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ, કલાકારો, હેરિટેજપ્રેમીઓ, પ્રવાસન ક્ષેત્રના પ્રતિનિધિઓ અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. એક સપ્તાહ દરમ્યાન 10000થી વધુ લોકો આ હેરિટેજ વીકની ઉજવણી માં જોડાયા હતા.
આજે 25 નવેમ્બરના રોજ ઇસનપુર ખાતે આવેલી જેઠાભાઇની વાવ, પાંચકુવા પાસે આવેલી અમૃત વર્ષીની વાવ અને અસારવા ખાતે આવેલી દાદા હરિની વાવ ખાતે વિવિધ કાર્યક્રમ યોજાયા હતા.
♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦








