1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ-મુંબઈ હાઈવે પર ખેડા પાસે ટેન્કરમાં આગ લાગી ડ્રાઈવરનો બચાવ
અમદાવાદ-મુંબઈ હાઈવે પર ખેડા પાસે ટેન્કરમાં આગ લાગી ડ્રાઈવરનો બચાવ

અમદાવાદ-મુંબઈ હાઈવે પર ખેડા પાસે ટેન્કરમાં આગ લાગી ડ્રાઈવરનો બચાવ

0
Social Share

નડિયાદઃ અમદાવાદ-મુંબઈ હાઈવે પર ખેડા નજીક ગતરાત્રે એક ટેન્કરમાં એકાએક આગ લાગી હતી. આ ઘટનાની જાણ નડિયાદ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયરબ્રિગેડની ટીમે આગ પર પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામા ટેન્કર ચાલકનો આબાદ બચાવ થયો છે. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ સહિત હાઈવે પેટ્રોલિંગના સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ ખેડા નજીકથી અમદાવાદ-મુંબઈને જોડતો નેશનલ હાઇવે નંબર 48 પસાર થાય છે. રવિવારની રાત્રે  હાઈવેના ખેડા ધોળકા બ્રિજ પાસે પસાર થઈ રહેલું ટેન્કરના ટાયરમાં એકાએક આગ લાગી હતી. ચાલુ વાહનમાં અચાનક આગ લાગતાં ગભરાયેલા ડ્રાઇવરે તુરંત રોડની રેલીંગ સાથે ટેન્કર ઊભી કરી ટેન્કરમાથી ઊતરી ગયો હતો. ઘટનાની જાણ નડિયાદ ફાયરબ્રિગેડને કરવામાં આવતાં ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી.

આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ સહિત હાઈવે પેટ્રોલિંગના સ્ટાફે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાઇવે પેટ્રોલિંગની ટીમે તુરંત અમદાવાદથી વડોદરા તરફની લેન બંધ કરી દીધી હતી. જેના કારણે આશરે એક કલાક સુધી હાઇવે બંધ થયો હતો. આ ટેન્કરમાં કાચુ ખાદ્ય તેલ ભરેલુ હતું જે કંડલા કચ્છથી મહારાષ્ટ્રના ઔરંગાબાદ લઈ જવાતુ હતું વધુમા ટેન્કરના ટાયર વધુ પડતા ગરમ થયા હોવાને કારણે ટાયરમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન ડ્રાઇવરે લગાવ્યુ છે. જોકે ટેન્કરમાં આગ લાગ્યાની ચાલકને સમયસર જાણ થઈ જતાં અને નડિયાદથી ફાયર ફાઈટરો આવી જતાં મોટી નુકશાની ટળી હતી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code