Homeગુજરાતીટેકનોલોજીમધ્ય પ્રદેશ LSA દ્વારા બોગસ સિમ નેટવર્ક પર કાર્યવાહી: છત્તીસગઢનો PoS એજન્ટ...

મધ્ય પ્રદેશ LSA દ્વારા બોગસ સિમ નેટવર્ક પર કાર્યવાહી: છત્તીસગઢનો PoS એજન્ટ બ્લેકલિસ્ટ

ભોપાલ, 21 સપ્ટેમ્બર 2026: સાયબર ફ્રોડ અને ગેરકાયદેસર સિમકાર્ડ એક્ટિવેશન વિરુદ્ધ દુરસંચાર વિભાગ (DoT) ની મધ્ય પ્રદેશ LSA શાખાએ લાલ આંખ કરી છે. તાજેતરની સાયબર ક્રાઇમ તપાસ દરમિયાન છત્તીસગઢના એક પોઇન્ટ ઑફ સેલ (PoS) એજન્ટે નાગરિકોની અજાણતા અને સંમતિ વિના તેમના ઓળખ દસ્તાવેજોનો દુરુપયોગ કરીને ૨૫ જેટલા બોગસ સિમકાર્ડ સક્રિય કર્યા હોવાનું બહાર આવ્યું હતું.

આ ગંભીર છેતરપિંડી સામે તાત્કાલિક પગલાં લેતા DoT અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સે સંબંધિત એજન્ટને કાયમ માટે બ્લેકલિસ્ટ કરી દીધો છે. વધુમાં, DoT ના ‘ડિજિટલ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ’ (DIP) દ્વારા આ શંકાસ્પદ ૨૫ કનેક્શન્સની પુનઃચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી પ્રક્રિયામાં નિષ્ફળ ગયેલા તમામ નંબરોને તાત્કાલિક અસરથી ડીએક્ટિવેટ કરી દેવામાં આવ્યા છે.

DoT એ સ્પષ્ટ શબ્દોમાં એડવાઈઝરી જારી કરતા જણાવ્યું છે કે, ટેલિકોમ્યુનિકેશન્સ એક્ટ, 2023 હેઠળ ગેરકાયદેસર કે નકલી દસ્તાવેજોથી સિમ મેળવવું, ટેલિકોમ આઈડેન્ટિફાયરનો દુરુપયોગ કરવો અથવા IMEI નંબરમાં છેડછાડ કરવી એ ગંભીર શિક્ષાપાત્ર ગુનો છે. આ પ્રકારના ઉલ્લંઘન માટે 3 વર્ષ સુધીની કેદ અને રૂ. 50 લાખ સુધીના ભારે દંડની સજા થઈ શકે છે.

  • નાગરિકો માટે શું કરવું અને શું ન કરવું

દૂરસંચાર વિભાગે નાગરિકોને પોતાના નામે ઇશ્યૂ થયેલા સિમકાર્ડ અન્ય વ્યક્તિને વેચવા, ભાડે આપવા કે ટ્રાન્સફર ન કરવા સાવચેત કર્યા છે. જો તે સિમનો ઉપયોગ કોઈ સાયબર ફ્રોડ કે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં થશે, તો તેની પ્રાથમિક કાનૂની જવાબદારી મૂળ ગ્રાહક (સબ્સ્ક્રાઇબર) ની રહેશે.

આ બાબતોથી ખાસ દૂર રહેવું, નકલી દસ્તાવેજો કે વેશપલટો કરીને સિમકાર્ડ મેળવવું. પોતાના સિમકાર્ડને કમિશન કે લોન પર સાયબર ભોપાળા માટે આપવું. છેડછાડ કરેલા કે કોન્ફિગરેબલ IMEI ધરાવતા મોડેમ, સિમ બોક્સ કે ઉપકરણો ખરીદવા અથવા વાપરવા. કોલિંગ લાઈન આઈડેન્ટિટી અથવા અન્ય ઓળખ બદલવા માટે ગેરકાયદે એપ કે વેબસાઇટનો ઉપયોગ કરવો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular