Homeગુજરાતીખોરાકબદલાતા હવામાનમાં બાળકોની ઈમ્યુનિટી વધારવા ડાયટમાં સામેલ કરો આ 5 સુપરફૂડ્સ

બદલાતા હવામાનમાં બાળકોની ઈમ્યુનિટી વધારવા ડાયટમાં સામેલ કરો આ 5 સુપરફૂડ્સ

ઋતુબદલાવના આ સમયગાળામાં તાપમાનમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ક્યારેક અસહ્ય ગરમી તો ક્યારેક અચાનક ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાનમાં આવી રહેલા આ ફેરફારને કારણે શરદી, ઉધરસ, ગળામાં ખરાશ અને તાવ જેવા વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આ સમયગાળામાં બાળકોની વિશેષ સંભાળ રાખવી અત્યંત જરૂરી છે, કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ (ઈમ્યુનિટી) પુખ્ત વયના લોકો કરતાં નબળી હોવાથી તેઓ વાયરલ સંક્રમણનો ઝડપથી ભોગ બને છે.

તબીબોના જણાવ્યા મુજબ, બાળકોને પ્રોસેસ્ડ, જંક અને પેકેજ્ડ ફૂડથી દૂર રાખીને તેમના દૈનિક આહારમાં પોષક તત્વોથી ભરપૂર ખોરાક સામેલ કરવામાં આવે, તો તેમની ઈમ્યુનિટી મજબૂત બનાવી શકાય છે.

  • બાળકોની થાળીમાં સામેલ કરો આ 5 પોષક તત્વો

દહીં: બાળકોના રોજિંદા આહારમાં દહીં અથવા સાદું યોગર્ટ સામેલ કરવું જોઈએ. દહીંમાં રહેલા ‘ગુડ બેક્ટેરિયા’ (પ્રોબાયોટિક્સ) બાળકોના પાચનતંત્ર (ગટ હેલ્થ) ને સ્વસ્થ રાખે છે. આ ઉપરાંત તેમાં રહેલું વિટામિન D અને કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવવાની સાથે ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે.
લસણ: રસોઈમાં લસણનો ઉપયોગ માત્ર સ્વાદ જ નથી વધારતો, પરંતુ તે ઔષધિ સમાન કામ કરે છે. લસણમાં ‘એલિસિન’ નામનું તત્વ હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારીને વિવિધ સંક્રમણો સામે લડવામાં મદદરૂપ થાય છે.
મોસમી ખાટાં ફળો: ઈમ્યુનિટી બૂસ્ટ કરવા માટે બાળકોને મોસમી ખાટાં ફળો ખવડાવવાં જોઈએ. આ ફળો વિટામિન C અને અન્ય ઉપયોગી માઇક્રો-ન્યુટ્રિઅન્ટ્સથી ભરપૂર હોય છે. ચોમાસા કે બદલાતી ઋતુમાં આલુબુખારા, પીચ, જામુન અને અનાનસ જેવાં ફળો વિટામિન C નો શ્રેષ્ઠ સ્ત્રોત છે.
હળદરવાળું દૂધ: દરરોજ રાત્રે ઊંઘવાના આશરે 30 મિનિટ પહેલાં બાળકને હળદરવાળું દૂધ આપવું અત્યંત ગુણકારી છે. શુદ્ધ હળદરવાળા દૂધમાં ચપટી કાળા મરીનો પાવડર ઉમેરવાથી તેનો લાભ બેવડાઈ જાય છે.
પલાળેલી બદામ: દરરોજ સવારે બાળકોને 2 થી 3 પલાળેલી બદામની છાલ ઉતારીને ખવડાવવી જોઈએ. તેમાં રહેલું વિટામિન E અને હેલ્ધી ફેટ્સ ઈમ્યુન સિસ્ટમને સપોર્ટ કરે છે તથા ઠંડા હવામાનમાં શરદી-ઉધરસ સામે રક્ષણ પૂરું પાડે છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular