1. Home
  2. ગુજરાતી
  3. અભિનેતા સોનુ સૂદએ લીધી કોરોનાની વેક્સીન, સોશિયલ મીડિયા પર આપી માહિતી
અભિનેતા સોનુ સૂદએ લીધી કોરોનાની વેક્સીન, સોશિયલ મીડિયા પર આપી માહિતી

અભિનેતા સોનુ સૂદએ લીધી કોરોનાની વેક્સીન, સોશિયલ મીડિયા પર આપી માહિતી

0
Social Share
  • સોનુ સૂદએ લીધી કોરોનાની વેક્સીન
  • સોશિયલ મીડિયા પર આપી માહિતી
  • બોલિવુડના અન્ય સેલેબ્સે પણ લીધી રસી   

મુંબઈ : કોરોનાની બીજી લહેર વચ્ચે દેશમાં રસીકરણ અભિયાન પણ મોટા પાયે ચલાવવામાં આવી રહ્યું છે. સામાન્ય નાગરિકોથી લઈને મોટા સેલેબ્સ સુધીના તમામ લોકો આગળ આવી કોરોનાની રસી લઇ રહ્યા છે. અને આ મહા યુદ્ધમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.  હવે કોરોના કાળમાં તમામ લોકોની મદદ કરનાર અભિનેતા સોનુ સૂદએ પણ કોવિડ વેક્સીન લગાવી ચુક્યા છે. સોનુએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરીને આ વાતની જાણકારી આપી હતી.

સોનુએ સંજીવની નામથી સૌથી મોટી રસીકરણ અભિયાનની શરૂઆત કરી છે.આ અભિયાન લોકોને જાગૃત કરવા અને રસી લેવા માટે પ્રેરિત કરશે.તેમના આ અભિયાનથી ચાહકો ઘણા ખુશ જોવા મળી રહ્યા છે.અને તમામ ચાહકો એ વાતથી ખુશ છે કે, હવે સોનુ પણ રસીકરણ અભિયાનમાં સક્રિય ભૂમિકા ભજવશે. અહીં બધા ઉમ્મીદ લગાવીને બેઠા છે કે, તેમની આ નવી ઝુંબેશ દેશને કોરોના સામે લડવાની નવી તાકાત અને ઉર્જા આપશે.

સોનુ સૂદ પહેલા બોલીવુડના ઘણા અન્ય સેલેબ્સે કોવિડ વેક્સીન  લગાવી દીધી હતી. તારક મહેતાના દિલીપ જોશીથી લઈને બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, ઘણા સેલેબ્સએ આગળ આવીને વેક્સીન લીધી હતી. આ લિસ્ટમાં સૈફ અલી ખાન, સતિષ શાહ, જોની લિવર જીતેન્દ્ર, ધર્મેન્દ્ર, હેમા માલિની જેવા ઘણા દિગ્ગજ લોકો સામેલ છે. તમામ લોકો તરફથી લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે, સમય આવે ત્યારે કોરોનાની વેક્સીન જરૂરથી લેવી જોઈએ.

દેવાંશી

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code