Homerevoinewsએર માર્શલ પી.વી. શિવાનાંદે સૌરાષ્ટ્ર ક્ષેત્રના એર બેઝની ઓપરેશનલ સમીક્ષા કરી

એર માર્શલ પી.વી. શિવાનાંદે સૌરાષ્ટ્ર ક્ષેત્રના એર બેઝની ઓપરેશનલ સમીક્ષા કરી

ગાંધીનગર, 3 સપ્ટેમ્બર, 2026 – એર માર્શલ પી.વી. શિવાનાંદે સૌરાષ્ટ્ર ક્ષેત્રના એર બેઝની ઓપરેશનલ સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે ઓપરેશનલ સતર્કતા અંગે સંબંધિત અધિકારીઓ સાથે વાતચીત પણ કરી હતી.

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ (AOC-in-C) એર માર્શલ પી.વી. શિવાનાંદે સૌરાષ્ટ્ર ક્ષેત્રના એર બેઝની ઓપરેશનલ સમીક્ષા કરી હતી. તેમના આગમન પર તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

એર માર્શલે દરિયાઈ ક્ષેત્રમાં મજબૂત ક્ષમતા સુનિશ્ચિત કરવા માટેની સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડની કટિબદ્ધતાને પુનરોચ્ચારિત કરતા મેરિટાઇમ સ્ટ્રાઇક એરક્રાફ્ટ પર ઉડાન ભરી હતી. તેમણે એર ડિફેન્સ અને એર ઓપરેશન્સ સુવિધાઓની સમીક્ષા કરી હતી અને સ્ટેશનના કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી.

આ દરમિયાન તેમણે ભવિષ્યની પડકારો સામે તૈયાર રહેવા માટે 24 x 7 ઓપરેશનલ સતર્કતા, વ્યાવસાયિકતા, તાલીમની કઠોરતા અને શારીરિક તથા માનસિક સ્થિતિસ્થાપકતાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular