1. Home
  2. revoi editor

revoi editor

હરિદ્વારમાં સોમવતી અમાસ પર આસ્થાનો સૈલાબ: લાખો શ્રદ્ધાળુઓએ ગંગાજીમાં લગાવી ડૂબકી

હરિદ્વાર, 15 જૂન 2026: ધર્મનગરી હરિદ્વારમાં સોમવતી અમાસના પાવન પર્વ પર આસ્થા અને ભક્તિનો અદ્ભુત નઝારો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ પ્રખ્યાત ‘હર કી પૌડી’ સહિતના ગંગાજીના તમામ મુખ્ય ઘાટો પર શ્રદ્ધાળુઓનું કીડીયારું ઊભરાયું હતું. દેશભરમાંથી આવેલા લાખો ભક્તોએ પવિત્ર ગંગા નદીમાં આસ્થાની ડૂબકી લગાવી પૂજા-અર્ચના કરી હતી. વહીવટીતંત્ર દ્વારા સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં […]

ઘરે બનાવો ચણાનું ગ્રેવી વાળું શાક, જાણો રેસીપી

રેસીપી, 15 જૂન 2026: દેશી કાળા ચણા સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક છે, પણ જ્યારે તેને ટામેટાં, ડુંગળી, આદુ, લસણ અને ખાસ ભારતીય મસાલાની રિચ ગ્રેવીમાં બનાવામાં આવે છે, ત્યારે તેનો સ્વાદ કોઈ ધાબા સ્ટાઇલ સબ્જીને પણ ટક્કર મારે તેવો હોય છે. કાળા ચણાનું શાકને ટેસ્ટી બનાવવા માટે ચણાને બરાબર બાફવા અને ગ્રેવીને ધીમા તાપે તેલ છૂટું […]

ગુજરાતમાં LRDની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે લેવાઈ, બંધારણને લગતા પ્રશ્નો વધુ પૂછાયા

અમદાવાદ, 14 જુન, 2026 : LRD exam conducted peacefully   ગુજરાતમાં આજે રવિવારે પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની કુલ 12,733 જગ્યાઓ માટે લેખિત પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. અગાઉ યોજાયેલી શારીરિક કસોટી (દોડ)માં ઉત્તીર્ણ થયેલા કુલ 2,63,345 ઉમેદવારો લેખિત પરીક્ષા માટે ક્વોલિફાય થયા હતા, આજે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના મુખ્ય શહેરોની 849 […]

જામનગર નજીક વોટરપાર્કના સ્વિમિંગ પુલમાં ડૂબી જતા કિશોરનું મોત

જામનગર, 14 જુન, 2026 : Teenager dies after drowning in swimming pool of water park   શહેર નજીક આવેલા એક જાણીતા વોટર રિસોર્ટમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા 14 વર્ષના કિશોરનું મોત નીપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. રવિવારની રજાના માહોલ વચ્ચે બનેલી આ ઘટનાએ અન્ય પરિવારોને પણ સ્તબ્ધ કરી દીધા છે. આ બનાવની વિગત એવી […]

ગુજરાત સરકાર 15 જૂને નવી ઔદ્યોગિક નીતિ 2026નું કરશે અનાવરણ

ગાંધીનગર, 14 જૂન 2026 : Unveil new Industrial Policy 2026 ગુજરાત સરકાર રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ અને નવી દિશા આપનારી બહુપ્રતિક્ષિત “ઔદ્યોગિક નીતિ-2026″નું 15 જૂનના રોજ અનાવરણ કરવા જઈ રહી છે. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાનારા વિશેષ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી દ્વારા રાજ્યના નવા ઔદ્યોગિક વિકાસ રોડમેપનું […]

જમ્મુ-શ્રીનગર હાઇવે પર માર્ગ અકસ્માતમાં હરિયાણાના ત્રણ મિત્રોના મોત, બે ઘાયલ

જમ્મુ, 14 જૂન 2026: Road accident on Jammu-Srinagar highway જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર રવિવારે વહેલી સવારે થયેલા એક ગંભીર માર્ગ અકસ્માતમાં હરિયાણાના ત્રણ યુવાનોના મોત થયા હતા અને બે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માત જમ્મુના IIM નજીક જગતી-કરલી વિસ્તારમાં થયો હતો જ્યારે જમ્મુથી ઉધમપુર તરફ જતી એક બસ સામેથી આવતી ક્રેટા કાર […]

ઝારખંડમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાથી આઠ લોકોના મોત

રાંચી, 14 જૂન 2026: Eight people died due to lightning ઝારખંડમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાની અલગ અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃતકોમાં ત્રણ મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. પોલીસે રવિવારે જણાવ્યું હતું કે રાંચી અને ગઢવા જિલ્લામાં બે-બે […]

વઢવાણમાં મ્યુનિએ ડિમોલિશન દરમિયાન 250 વર્ષ જુનો કૂવો તોડી પાડતા વિરોધ

વઢવાણ, 14 જુન, 2026 : Protests as 250-year-old well demolished during municipal demolition  સુરેન્દ્રનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વઢવાણ સહિતના વિસ્તારોમાં દબાણ હટાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં વઢવાણના સતવારાપરા વિસ્તારમાં મ્યુનિ. દ્વારા દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં 250 વર્ષ જુનો ઐતિહાસિક કૂવાને તોડી પડાતા સ્થાનિક લોકોએ ભારે વિરોધ કર્યો હતો. સમગ્ર ઘટના […]

ગીર ગઢડાના થોરડી ગામની સીમમાં દીપડાએ 3 ખેડૂત સહિત 4 લોકો પર કર્યો હુમલો

ઊના, 14 જુન, 2026 : Leopard attacks 4 people on the outskirts of Thordi village in Gir Gadhada  ગીર સોમનાથ જિલ્લામાં દીપડાના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે જિલ્લામા ગીર ગઢડા તાલુકાના થોરડી ગામની સીમમાં ખેતરે કામ કરી રહેલા કાકા-ભત્રીજા પર દીપડાએ હુમલો કર્યાના દોઢ કલાક બાદ બાજુની વાડીમાં કામ કરતા એક ખેડૂત પર આ […]

પાલનપુર-આબુ હાઈવે પર 5 વાહનો એકબીજા સાથે ટકરાતા એકનું મોત

પાલનપુર, 14 જુન, 2026 :  5 vehicles collide on Palanpur-Abu highway  રાજ્યના નેશનલ હાઈવે પર અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ પાલનપુર-આબુ હાઇવે પર આવેલા બાલારામ બ્રિજ પર 5 વાહનો વચ્ચે સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને પાંચથી વધુ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.  જ્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code