1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગરના માર્કેટ યાર્ડમાં ડુંગળીની ધૂમ આવક, રોડ પર વાહનોના થપ્પા લાગતાં ટ્રાફિક જામ
ભાવનગરના માર્કેટ યાર્ડમાં ડુંગળીની ધૂમ આવક, રોડ પર વાહનોના થપ્પા લાગતાં ટ્રાફિક જામ

ભાવનગરના માર્કેટ યાર્ડમાં ડુંગળીની ધૂમ આવક, રોડ પર વાહનોના થપ્પા લાગતાં ટ્રાફિક જામ

0
Social Share

ભાવનગરઃ  શહેરના મુખ્ય માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના પાકની બમ્પર આવક થઈ રહી છે. જિલ્લાના ખેડુતો ડુંગળી વેચવા માટે મોટી સંખ્યામાં ટ્રેકટરો અને ટેમ્પાઓ ભરીને આવી રહ્યા છે. તેના લીધે શહેરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર યાર્ડના દરવાજે રોડની બન્ને સાઈડ પર વાહનોની કતારો જોવા મળી રહી છે.

ભાવનગર જિલ્લામાં આ વર્ષે સારા વરસાદ અને સાનુકૂળ વાતાવરણને કારણે ડુંગળીનું બમ્પર ઉત્પાદન થયું છે. તેમજ ભાવનગર જિલ્લા ઉપરાંત અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ સહિતના જિલ્લાઓમાંથી ડુંગળીનો અધધધ જથ્થો ભાવનગર શહેર સ્થિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખેત ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ઠલવાઈ રહ્યો છે, ડુંગળી ભરેલા વાહનોને પગલે શહેરમાં પ્રવેશતાં તથા અત્રેથી પ્રસ્થાન કરતાં વાહન ચાલકો ભારે હાલાકી વેઠી રહ્યાં છે. માર્કેટિંગયાર્ડ આસપાસ ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. મેડિકલ ઈમરજન્સીમાં આવા ટ્રાફિક જામને પગલે મોટી સમસ્યાઓ સર્જાઈ રહી છે. આ વિકટ પ્રશ્ર્ન હોવા છતાં માર્કેટિંગયાર્ડ સત્તાવાળાઓના પેટનું પાણી પણ નથી હલતું .અવારનવાર સાંજના સમયે ટ્રાફિક જામથી સર્જાય છે, એક તરફ શાસ્ત્રીનગરથી નારી ચોકડી સુધીના માર્ગનું નવીનીકરણ ચાલી રહ્યું છે ત્યારે આવા ટ્રાફિક જામથી સમસ્યા વધુ પેચીદી બની રહી છે, આ સમસ્યાને પગલે અકસ્માતના દ્રશ્યો પણ જોવા મળે છે જેને પગલે વાહન ચાલકોમા ભારે રોષ વ્યાપ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગરના પ્રવેશવાના મુખ્ય રોડ સાઈડ પર માર્કેટ યાર્ડ આવેલું છે. શાકભાજીથી લઈને અનાજ સહિત જુદી જુદી ખેત પેદાશો વેચવા માટે ખેડુતો વાહનો લઈને મોટી સંખ્યામાં આવતા હોય છે. બીજીબાજુ શહેરમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ હોવાથી શહેરમાં જતાં અને આવતા વાહનોની સંખ્યા પણ વધુ હોય છે. તેના લીધે યાર્ડ નજીક વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે ટ્રાફિક પોલીસનો પાઈન્ટ મુકવામાં આવે તો વાહનોનું સરળતાથી નિયમન કરાવી શકાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code