1. Home
  2. ગુજરાતી
  3. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આવશે ગુજરાતની મુલાકાતે
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આવશે ગુજરાતની મુલાકાતે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આવશે ગુજરાતની મુલાકાતે

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તેવી શકયતા છે. જેની ભાજપ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન તા. 4 જાન્યુઆરીના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ ગુજરાતમાં ભાજપના ટોચના નેતાઓ સાથે બેઠક કરશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને બી.એલ.સંતોષ બપોરના 3 કલાકે હવાઈ માર્ગે અમદાવાદ એરપોર્ટ આવશે. એરપોર્ટ ઉપર ભાજપના નેતાઓ અને આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. જ્યાંથી તેઓ ભાજપના પ્રદેશ કાર્યલય ‘શ્રી કમલમ’ જશે. જ્યાં જે.પી.નડ્ડા તથા બી.એલ.સંતોષની વિશેષ ઉપસ્થિતિમાં તથા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલની ઉપસ્થિતિમાં ભાજપની પ્રદેશ બેઠક યોજાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code