Homeગુજરાતીબોલિવૂડ આભિનેત્રી નુસરત ભરુચા ઈઝરાયેલમાં ફસાતા ભારતીય દુતાવાસે હેમખેમ બહાર નિકાળી, સુરક્ષિત...

બોલિવૂડ આભિનેત્રી નુસરત ભરુચા ઈઝરાયેલમાં ફસાતા ભારતીય દુતાવાસે હેમખેમ બહાર નિકાળી, સુરક્ષિત રીતે ભારત પરત ફરશે

 

દિલ્હીઃ બોલિવૂડની જાણીતી અભિનેત્રી નુસરત ભરુચા ઈઝરાયેલમાં હાલની જે સ્થિતિ છે તેમાં ફસાયેલી હતી જો કે ભારતીય દુતાવાસના સંપર્ક અને મદદથી તેને સુરક્ષિત રીતે બહાર કાઢીલેવામાં આવી હોવાની માહિતી સામે આવી છે.

જો કે આ પહેલા ટીમ દ્રાર મનુસરત ભરુચાને લઈને નિવેદન આપવામાં આવ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતુ કે, ‘દુર્ભાગ્યે નુસરત ઈઝરાયેલમાં અટવાઈ ગઈ છે. તે ત્યાં હાઈફા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા ગઈ હતી. ટીમના એક સભ્યના જણાવ્યા અનુસાર, ‘હું છેલ્લે શનિવારે બપોરે 12.30 વાગ્યાની આસપાસ તેનો સંપર્ક કરવામાં સફળ રહ્યો હતો, જ્યારે તે ભોંયરામાં સુરક્ષિત હતી. સુરક્ષા પગલાં માટે, વધુ વિગતો જાહેર કરી શકાતી નથી. જો કે, ત્યારથી અમે સંપર્ક કરી શક્યા નથી.

ઉલ્લેખનીય છે કે  પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચે વાતાવરણ ગરમાયું છે. પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસે ઇઝરાયેલ પર હુમલો કર્યો, ત્યારબાદ બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન નુસરત ભરૂચા આ સ્થિતિમાં ફસાઈ હતી જો કે હવે તે ભારત આવી રહી છે.

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન આતંકવાદી જૂથ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અભિનેત્રી ઈઝરાયેલમાં અટવાઈ  હોવા અંગે નુસરતની ટીમના એક સભ્યએ પોતે આ માહિતી આપી હતી અને અભિનેત્રી સાથેના સંપર્ક અંગેના નિવેદને ચાહકોની ચિંતા વધારી દીધી હતી જો કે ભારતીય દુતાવાસે હેમખેમ તેને બહાર કાઠઈ છે.

સંબંધિત લેખો

Most Popular