1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજસ્થાન વિધાનસભા: હાઇટેક સિક્યુરિટીની સાથે આજથી બજેટ સત્ર શરૂ
રાજસ્થાન વિધાનસભા: હાઇટેક સિક્યુરિટીની સાથે આજથી બજેટ સત્ર શરૂ

રાજસ્થાન વિધાનસભા: હાઇટેક સિક્યુરિટીની સાથે આજથી બજેટ સત્ર શરૂ

0
Social Share
  • રાજસ્થાન વિધાનસભાનું બજેટ સત્ર શરૂ
  • કોરોનાની ગાઈડ લાઈનનું કરવું પડશે પાલન
  • 30 ધારાસભ્ય ખુરશીને બદલે સોફા પર બેસશે

જયપુર: રાજસ્થાન વિધાનસભાનું બજેટ સત્ર બુધવારથી શરૂ થવા જઈ રહ્યું છે. હાઇટેક સિક્યુરિટી સાથે યોજાનારા આ બજેટ સત્રમાં આ વખતે ધારાસભ્યોને વિધાનસભાના મુખ્ય ભવનથી સદનની અંદર ન જાય ત્યાં સુધી કડક સુરક્ષા વ્યવસ્થાનો સામનો કરવો પડશે.

આ વખતે,સુરક્ષાની દ્રષ્ટિએ વિધાનસભા સચિવાલયએ સદનની અંદર જનારા તમામ ચારેય દરવાજા પર ફ્લેપ બેરીયર લગાવ્યા છે. આ ફ્લેપ બેરીયર એટલા હાઇટેક છે કે, ફક્ત રજિસ્ટર્ડ લોકો જ તેને પાર કરી શકશે.

હાઇ સિક્યુરિટી ફ્લેપ બેરિયર દ્વારા માત્ર ધારાસભ્યો અને વિધાનસભાના પસંદ કરેલા સભ્યો જ અંદર જઇ શકશે. આ માટે, તેમના ચહેરાઓની પણ ઓળખ કરવામાં આવશે. ફેસ રીડીંગ અને હાથના વેવ કરવા પર જ આ ફ્લેપ બેરીયર ખુલશે.

સદનની અંદર કોરોનાની ગાઈડ લાઈનનું સંપૂર્ણરૂપે પાલન કરવામાં આવશે. 30 જેટલા ધારાસભ્યોને ખુરશીઓને બદલે સોફા પર બેસાડવામાં આવશે.

-દેવાંશી

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code