1. Home
  2. ગુજરાતી
  3. અદાણી ટ્રાન્સમિશન રૂ.1200 કરોડનો મૂડી ખર્ચ કરીને મધ્ય પ્રદેશની પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ મજબૂત કરશે
અદાણી ટ્રાન્સમિશન રૂ.1200 કરોડનો મૂડી ખર્ચ કરીને મધ્ય પ્રદેશની પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ મજબૂત કરશે

અદાણી ટ્રાન્સમિશન રૂ.1200 કરોડનો મૂડી ખર્ચ કરીને મધ્ય પ્રદેશની પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ મજબૂત કરશે

0
Social Share

સ્પર્ધાત્મક બીડીંગથી હાંસલ થયેલા પ્રોજેકટ મારફતે  18 જીલ્લામાં ટ્રાન્સમિશન લાઈન્સ અને સબસ્ટેશન્સને આવરી લેશે

  • અદાણી ટ્રાન્સમિશન લિમિટેડે (ATL) ટેરિફ આધારિત સ્પર્ધાત્મક બીડીંગ પ્રક્રિયા મારફતે આ પ્રોજેકટ હાંસલ કર્યો છે
  • એમપી પાવર ટ્રાન્સમિશન પેકેજ –II ‘ નામના આ પ્રોજેકટમાં 850 ckt km ની ટ્રાન્સમિશન લાઈન્સ અને  મધ્ય પ્રદેશના 18 જીલ્લામાં AIS Substations (220kV and 132kV)નો સમાવેશ થાય છે
  • આ પ્રોજેકટથી પૂર્વ મધ્ય પ્રદેશમાં એમપી પાવર મેનેજમેન્ટ કંપની લિમિટેડ(MPPMCL) ની ટ્રાન્સમિશન સિસ્ટમ મજબૂત થશે
  • ATL 35 વર્ષના ગાળા માટે બિલ્ડ, ઑન, ઓપરેટએન્ડ મેઈન્ટેઈનના ધોરણે ટ્રાન્સમિશન પ્રોજેકટનુ 35 વર્ષ માટે સંચાલન કરશે
  • આ હસ્તાંતરણની સાથે  ATL ની ટ્રાન્સમિશન ક્ષમતા 33,000 MVA થી વધુ થશે

અમદાવાદ, તા.15 સપ્ટેમ્બર, 2021ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી પાવર ટ્રાન્સમિશન કંપની અને વિવિધિકરણ ધરાવતા અદાણી ગ્રુપના હિસ્સારૂપ અદાણી ટ્રાન્સમિશન લિમિટેડને (ATL) MP Power Transmission Package-II Limited ના હસ્તાંતરણ માટે આરઈસી પાવર ડેવલપમેન્ટ એન્ડ  કન્સલ્ટન્સી લિમિટેડ તરફથી ઈરાદાપત્ર (LoI) પ્રાપ્ત થયો છે.

ATL ને આ પ્રોજેક્ટ ટેરિફ આધારિત સ્પર્ધાત્મક બિડીંગ (TBCB) પ્રક્રિયા મારફતે  તા.14 સપ્ટેમ્બર, 2021ના રોજ પ્રાપ્ત થયો છે. ATL 35 વર્ષના  ગાળા માટે બિલ્ડ, ઑન, ઓપરેટ અને મેઈન્ટેનના ધોરણે આ ટ્રાન્સમિશન પ્રોજેક્ટનું 35 વર્ષના ગાળા માટે સંચાલન કરશે.

MP Power Transmission Package-II Limited’ તરીકે ઓળખાતા આ પ્રોજેક્ટમાં અંદાજે 850 ckt km ની ટ્રાન્સમિશન લાઈન અને વિવિધ વોલ્ટેજ લેવલ ધરાવતા (220kV and 132kV) મધ્ય પ્રદેશના 18 જીલ્લામાં આવેલા સબસ્ટેશન્સ પ્રાપ્ત થશે. રૂ.1200 કરોડના મૂડી ખર્ચ ધરાવતા  આ પ્રોજેક્ટના સંચાલન મારફતે  ATL મધ્ય પ્રદેશની ટ્રાન્સમિશન સિસ્ટમ મજબૂત બનાવશે.

અદાણી ટ્રાન્સમિશન લિમિટેડના એમડી અને સીઈઓ શ્રી અનિલ સરદાના જણાવે છે કે “ખાનગી ક્ષેત્રમાં પાવર ટ્રાન્સમિશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણમાં અગ્રણી તરીકે અમે સ્પર્ધાત્મક બીડીંગ પ્રક્રિયા અને સસ્ટેનેબલ ઉત્તમ  પ્રણાલિઓ માટે દેશવ્યાપી હાજરીમાં વધારો કરી રહ્યા છીએ. આ નવા પ્રોજેક્ટથી અમે મધ્ય પ્રદેશમાં ટ્રાન્સમિશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં નોંધપાત્ર પ્રદાન કરીશું.”

આ પ્રોજેક્ટ હાંસલ થવાથી ATLની સૌથી મોટી ઓપરેટીંગ પાવર ટ્રાન્સમિશન કંપની તરીકેનું સ્થાન મજબૂત થશે અને તેને વર્ષ 2022 સુધીમાં 20,000 ckt km નો લક્ષ્યાંક સ્થાપિત કરવાની નજીક લઈ જશે. આ પ્રોજેક્ટને કારણે કંપની ભારત સરકારના વર્ષ 2022 સુધીમાં ‘પાવર ફોર ઑલના ધ્યેયને સાકાર કરવા માટે વધુ પગલાં હાથ ધરી સહાયરૂપ બનશે.

અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ (ATL) અંગેઃ

અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ (ATL) ભારતના સૌથી મોટા બિઝનેસ કોંગ્લોમરેટ અદાણી જૂથની ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસ શાખા છે. ATL એકંદરે ~18,800 ckt km ટ્રાન્સમિશન નેટવર્ક સાથે  દેશની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન કંપની છે. આમાંથી ~13,200 ckt km ક્ષમતા હાલમાં કાર્યરત છે અને ~5,600 ckt km ક્ષમતા બાંધકામના વિવિધ તબક્કે છે. ATL મુંબઈના આશરે 30 લાખ ગ્રાહકો માટેના ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસનું સંચાલન કરે છે. આગામી વર્ષોમાં ભારતની વિજળીની જરૂરિયાત ચાર ગણી થવાની છે ત્યારે ATL મજબૂત અને ભરોંસાપાત્ર પાવર ટ્રાન્સમિશન નેટવર્કનું નિર્માણ કરવા માટે સજ્જ છે અને સક્રિયપણે રિટેઈલ ગ્રાહકોને સેવા પૂરી પાડીને વર્ષ 2022 સુધીમાં ‘પાવર ફોર ઓલ’ નું ધ્યેય સાકાર કરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code