1. Home
  2. ગુજરાતી
  3. શેરબજારની સંગીન સ્થિતિ, સેન્સેક્સ 59 હજારને પાર, નિફ્ટીમાં પણ ઉછાળો

શેરબજારની સંગીન સ્થિતિ, સેન્સેક્સ 59 હજારને પાર, નિફ્ટીમાં પણ ઉછાળો

0
Social Share
  • સતત બીજા દિવસે શેરબજારમાં મજબૂત સ્થિતિ
  • સેન્સેક્સ 59,572 પર ખુલ્યો
  • નિફ્ટીમાં પણ તેજી

નવી દિલ્હી: નવા વર્ષને ઉછાળા સાથે આવકાર્યા બાદ આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં મજબૂત સ્થિતિ જોવા મળી રહી છે. આજે સેન્સેક્સ 59,343.79 અને નિફ્ટી 17,681.40 ઉપર ખુલ્યો હતો. ગઇકાલને પણ સેન્સેક્સ 929 પોઇન્ટ જ્યારે નિફ્ટી 272 પોઇન્ટના ઉછાળા સાથે બંધ થયો હતો.

વૈશ્વિક સંકેતો સારા હોવાને કારણે પણ ભારતીય શેરબજારમાં મજબૂતી જોવા મળી રહી છે. યુએસમાં બજારો માટે પણ નવા વર્ષનો પ્રારંભ મજબૂતી સાથે થયો છે. ત્રણેય મુખ્ય યુએસ બજારો સારી સ્થિતિમાં બંધ થયા હતા. બીજી તરફ એશિયાના મોટા ભાગના બજારોમાં પણ આજે ખરીદી જોવા મળી રહી છે. સોમવારે ડાઉ જોન્સ 247 પોઇન્ટ વધીને 36,585 પર બંધ થયો હતો. બીજી તરફ નાસ્ડેકમાં પણ 188 પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. S&P ઇન્ડેક્સ 30 પોઇન્ટ વધીને 4,796.56 પર બંધ થયો હતો.

એશિયાની વાત કરીએ તો SGX નિફ્ટીમાં ફ્લેટ ટ્રેડિંગ છે. નિક્કી 225, સ્ટ્રેટસ ટાઇમ્સ અને હેંગસેંગમાં પણ તેજી છે. કોસ્પી લાલ નિશાન નીચે છે.

નોંધનીય છે કે, નવા વર્ષના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારમાં શાનદાર તેજી જોવા મળી હતી. કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી ઈન્ડેક્સ મજબૂત થયા છે. સેન્સેક્સ 929 પોઈન્ટ વધીને 59183 પર બંધ થયો. નિફ્ટી 272 પોઈન્ટ વધીને 17626 પર બંધ થયો. ઓટો શેરોમાં સારી એક્શન જોવા મળી છે. નિફ્ટી પર ઇન્ડેક્સ 1.5 ટકાથી વધુ મજબૂત થયો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code