1. Home
  2. Dharma-ધર્મ

Dharma-ધર્મ

ગુજરાતના સંત સમાજે સનાતન ધર્મનું અપમાન કરનાર પપ્પુ યાદવ વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

[અલકેશ પટેલ] 4 ઓગસ્ટ, 2026 – ગુજરાતના સંત સમાજે સનાતન ધર્મનું અપમાન કરનાર પપ્પુ યાદવ વિરુદ્ધ આજે મંગળવારે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. અમદાવાદના આરટીઓ સર્કલ નજીક આવેલી કલેક્ટર કચેરીએ એકત્ર થયેલા મોટી સંખ્યામાં સાધુ-સંતો-મહંતોએ સાંસદ પપ્પુ યાદવ દ્વારા કરવામાં આવેલા સનાતન ધર્મના અપમાન સામે તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો.  રામ મંદિરમાં દાનની રકમની કથિત ચોરીનો […]

કાશી વિદ્વત પરિષદ હિન્દુઓ માટે આચારસંહિતા તૈયાર કરશે

[અલકેશ પટેલ] રિવોઈ ન્યૂઝ, 29 જુલાઈ, 2026 – હિન્દુઓ માટે એક સર્વમાન્ય આચારસંહિતા તૈયાર થઈ રહી છે અને ટૂંક સમયમાં તે પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ થશે તેમ કાશી વિદ્વત પરિષદના મહામંત્રી ડૉ. રામનારાયણ દ્વિવેદીજીનું કહેવું છે. તાજેતરમાં કાશીમાં રિવોઈ ન્યૂઝ સાથેની એક વિશેષ મુલાકાતમાં ડૉ. રામનાયણ દ્વિવેદીએ આદર્શ હિન્દુ આચારસંહિતા, રામ મંદિરમાં કાશી વિદ્વત પરિષદની ભૂમિકા, […]

ડાંગનો આદિવાસી સમાજ અને મંદિર નિર્માણના માર્ગે ધર્મ જાગરણ: Video

[અલકેશ પટેલ] ડાંગ, 14 જુલાઈ, 2026 – ડાંગ સહિત ગુજરાતના પૂર્વ છેવાડાના સમગ્ર આદિવાસી પટ્ટામાં રહેતા વનવાસી સમુદાયમાં છેલ્લા થોડાં વર્ષથી કંઈક નવી ચેતના જોવા મળે છે. તેનું કારણ આ સમુદાયમાં વિવિધ કારણસર આવેલી જાગૃતિ છે. એ સાચું કે અહીં ઠેરઠેર ખ્રિસ્તી મિશનરીઓએ અનેક દાયકાથી પગપેસારો કરીને હિન્દુ સમાજના વનવાસીઓને તેમનાં મૂળથી અલગ કરી દેવા […]

ધર્મો રક્ષતિ રક્ષિતઃ આ સૂત્રને ડાંગમાં ચરિતાર્થ કરવાનું બીડું ઝડપ્યું છે એક સંત અને એક ઉદ્યોગપતિએ

ગુજરાત ઉપરાંત ભારતના અન્ય વનવાસી સમુદાયોને ધર્મ સાથે જોડી રાખીને તેમના સર્વગ્રાહી કલ્યાણ માટે 2017થી શરૂ થયો છે “હનુમાન મંદિર નિર્માણ યજ્ઞ”    [અલકેશ પટેલ] ડાંગ, 13 જુલાઈ, 2026 – ધર્મો રક્ષતિ રક્ષિતઃ ધર્મનું રક્ષણ કરવું અર્થાત ધર્મનું પાલન કરવું. ધર્મનું પાલન કરવું અર્થાત આપણા ભાગે જે ભૂમિકા આવી છે તેનું વહન કરવું. સનાતન હિન્દુત્વમાં ધર્મ […]

રામ મંદિરઃ દાનની ગણતરીમાં રોકાયેલા 23 કર્મચારીઓએ આપ્યું સામૂહિક રાજીનામું

અયોધ્યા, 10 જુલાઈ, 2026: અયોધ્યાના રામ મંદિરમાં દાનની ચોરીના મામલા વચ્ચે દાનની ગણતરી કરનારા 23 કર્મચારીઓએ સામૂહિક રીતે રાજીનામું આપી દીધું છે. કર્મચારીઓ કામ પર ન પહોંચવાને કારણે ગુરુવારે (9 જુલાઈ 2026) માત્ર 13 ગણનાકર્મીઓ પાસે ચઢાવાની ગણતરી કરાવવામાં આવી હતી. અચાનક બનેલી આ ઘટનાથી શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ, ભારતીય સ્ટેટ બેંક અને કર્મચારીઓની […]

બાલી નહીં… આ વખતે પ્રંબાનન જજો! કેમ? જુઓ વીડિયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક મુલાકાત પછી ઇન્ડોનેશિયાનું આ ભવ્ય હિંદુ મંદિર કેમ બની શકે છે ભારતીય પ્રવાસીઓનું નવું આકર્ષણ? દર વર્ષે દિવાળીની રજાઓ શરૂ થાય એટલે હજારો ભારતીય પરિવારો વિદેશ પ્રવાસનું આયોજન કરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ઇન્ડોનેશિયાનું બાલી ભારતીય પ્રવાસીઓ માટે સૌથી લોકપ્રિય સ્થળોમાંનું એક બની ગયું છે. સોશિયલ મીડિયા પર બાલીના દરિયાકિનારા, લીલાછમ […]

શ્રીકૃષ્ણ-રુક્મિણી યાત્રાધામ સજી રહ્યું છે નવા શણગાર, બીજા તબક્કાના વિકાસકાર્યો શરૂ

ગાંધીનગર, 8 જુલાઈ: શ્રીકૃષ્ણ-રુક્મિણી યાત્રાધામ ખાતે બીજા તબક્કાના વિકાસકાર્યો શરૂ થઈ ગયા છે. ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને ચરિતાર્થ કરતાં રાજ્યનું ધાર્મિક પ્રવાસન એક સ્વર્ણિમ યુગ તરફ આગળ વધી રહ્યું છે. તેનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે પોરબંદર જિલ્લામાં માધવપુર ખાતે આવેલું ‘શ્રી કૃષ્ણ-રુક્મિણી યાત્રાધામ’, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રુક્મિણીના લગ્ન થયા હતા. આ […]

રામ મંદિર દાન ચોરીઃ ચંપતરાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં મંજૂર, કૃષ્ણ મોહનને જવાબદારી સોંપાઈ

અયોધ્યા, 6 જુલાઈ, 2026: રામ મંદિર દાન ચોરી મામલે છેવટે રામ મંદિર ટ્રસ્ટની મીટિંગમાં ચંપત રાય અને અનિલ મિશ્રાનું રાજીનામું મંજૂર કરી લેવામાં આવ્યું છે. ચંપતરાયના સ્થાને હાલ કૃષ્ણ મોહનને જવાબદારી સોંપવામાં આવી છે. મીડિયા અહેવાલો અનુસાર આ બેઠકમાં ચંપત રાય અને અનિલ મિશ્રા સામેલ થયા નહોતા. માહિતી મુજબ સ્વામી ગોવિંદ ગિરી મહારાજે ચંપત રાય […]

શ્રીરામ મંદિર દાનની ચોરીઃ આજે બપોરે મળશે ટ્રસ્ટની નિર્ણયક બેઠક

અયોધ્યા, 6 જુલાઈ, 2026: શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક આજે બપોરે 3 વાગ્યે યોજાશે. બેઠકના એજન્ડામાં સૌથી પહેલા મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી ડૉક્ટર અનિલ મિશ્રાના રાજીનામાં પર વિચાર કરવામાં આવશે. ચંપત રાય અને અનિલ મિશ્રાએ દાન ચોરીના વિવાદ બાદ નૈતિક આધાર પર પોતાના પદ પરથી રાજીનામાં આપ્યાં છે. આ સાથે જ રામ મંદિરની […]

રામ મંદિરના દાનની ચોરી અંગે RSSનો પ્રથમ પ્રતિભાવ આવ્યો, જુઓ વીડિયો

નાગપુર, 3 જુલાઈ, 2026 – રામ મંદિરના દાનની ચોરી અંગે RSS દ્વારા પ્રથમ વખત સત્તાવાર પ્રતિભાવ આપવામાં આવ્યો છે. આરએસએસના સરકાર્યવાહે આ અંગે એક વીડિયો સંદેશા દ્વારા સંઘનો પ્રતિભાવ જાહેર કર્યો છે. આ વીડિયો સંદેશાની સૌથી મહત્ત્વની વાત એ છે કે, તેમણે હિન્દુ સમાજને સનાતન વિરોધી પરિબળોનાં કાવતરાં સામે સાવધાન રહેવા અને દાનની ચોરીના કેસમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code