1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

લોકસભાની ચૂંટણીમાં સ્ટાફ અને મતપેટીઓની હેરફેર માટે 2000થી વધુ એસટી બસો ફાળવાશે

અમદાવાદઃ ગુજરાત લોકસભાની ચૂંટણીની તમામ તૈયારીઓ ચૂંટણી પંચે પૂર્ણ કરી દીધી છે. 7મી માર્ચે ચૂંટણી યોજશે. તમામ 26 લોકસભા બેઠક માટે ઈવીએમની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. મતદાનના દિવસે ચૂંટણીમાં ફરજ બજાવનારા સ્ટાફ તેમજ ઈવીએમ  બુથ ઉપર લઈ જવા અને લાવવા માટે એસટીની 2000થી વધુ બસો ફાળવવામાં આવશે. એસટીના તમામ ડિવિઝનોને કેટલી બસ ફાળવવી […]

સુરતમાં દારૂના નશામાં કારચાલકે રિક્ષા, બાઈક અને રાહદારીને અડફેટમાં લીધા, એકનું મોત,

સુરતઃ રાજ્યમાં મોટાભાગના વાહન અકસ્માતોના બનાવો વાહનચાલકોની બેદરાકીથી સર્જાતા હોય છે, કેટલાક વાહનચાલકો દારૂના નશામાં ચકચૂર થઈને વાહનો ચલાવતા હોય છે. ત્યારે શહેરના સરથાણા વિસ્તારમાં દારૂના નશામાં ચકચૂર થઈને પૂરઝડપે કાર ચલાવીને રિક્ષા, બાઈક અને ત્રણ રાહદારીને અડફેટે લેતા એક વૃદ્ધાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે એક બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે, જ્યાં […]

અમદાવાદ સાબરમતી નદીમાં ગંદુ પાણી છોડતાં મ્યુનિ.ને CETP પ્લાન્ટને બંધ કરવા GPCBની નોટિસ

અમદાવાદઃ શહેરની સાબરમતી નદીમાં ગંદા પાણી છોડવા સામે કડક પગલાં લેવાના ગુજરાત હાઈકોર્ટે નિર્દેશ આપ્યા બાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં હેન્ડ સ્ક્રિન પ્રિન્ટિંગ એસોસિએશન અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા 30 એમએલડી CETPને બંધ કરવા અંગે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા નોટિસ આપવામાં આવી છે. ટ્રીટમેન્ટ પ્લાન્ટના આઉટલેટમાંથી ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું હોવાના પગલે […]

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના પરિણામો એપ્રિલ અંત સુધીમાં જાહેર કરી દેવાશે

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2024માં લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાનું મૂલ્યાંકન કાર્ય પૂર્ણ થતાં હવે પરિણામ તૈયાર કરવાની કામગીરી શરૂ કરાશે. એપ્રિલ અંત સુધીમાં ધોરણ 10-12ના પરિણામો જાહેર કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીના કારણે પરિણામ સામાન્ય કરતાં એક મહિના જેટલો સમય વહેલાં જાહેર કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત માધ્યમિક […]

રાજકોટમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજનું રવિવારે મહા સંમેલન, મોટી સંખ્યામાં ક્ષત્રિયો ઉમટી પડશે

રાજકોટઃ લોકસભાની ચૂંટણીમાં રાજકોટની બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ એક સભામાં કરેલા ઉચ્ચારણો સામે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. રૂપાલાએ માફી માગી અને ભાજપે ડેમેજ કન્ટ્રોલ શરૂ કરીને ક્ષત્રિય સમાજના આગેવાનોને મનાવવાના પ્રયાસો કર્યા છતાંયે હજુ ક્ષત્રિય સમાજ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માગ સાથે મક્કમ છે. અને રાજકોટમાં 14મી એપ્રિલને રવિવારના રોજ […]

ગુજરાતમાં ગેરકાયદે BT કપાસના બિયારણનો થતો વેપાર, સરકાર કેમ પગલાં લેતી નથીઃ કોંગ્રેસ

અમદાવાદઃ ગુજરાતમા અનઅધિકૃત રીતે  BT કપાસ બીજના લાખો પેકેટનુ વેચાણ દર વર્ષે થાય છે અને તેના લાખો ખેડુતોને કરોડો રુપિયાની નુકશાન જાય છે, છતાં રાજય સરકાર આવા અનઅધિકૃત વેપારને અટકાવી શકી નથી ઉપરાંત અનઅધિકૃત બીટી કપાસ બીજ વેચતા ગુનેગાર વેપારી / ઉત્પાદકો પકડાયા છે તેને કાયદા મુજબ સજા કરાવવામા પણ નિષ્ફળ રહી છે. તેમ પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનહર […]

બનાસકાંઠાઃ બનાસ મેડિકલ કોલેજ, મોરિયાનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો

અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં બનાસ મેડિકલ કોલેજ મોરિયા, પાલનપુરનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો હતો.  ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજના વર્ષ ૨૦૧૮ની પ્રથમ બૅચના ૧૪૦ વિધાર્થીઓને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ડિગ્રી સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, બનાસ […]

લોકસભા ચૂંટણીઃ અમદાવાદમાં ખર્ચ નિયંત્રણ સેલ સાથે સંબંધિત નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ

ગાંધીનગરઃ અમદાવાદમાં જિલ્લા પંચાયત કચેરી ખાતે ખર્ચ નિયંત્રણ અને દેખરેખ સેલ સાથે સંબંધિત નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલના વડા તથા રિજનલ કમિશનર ઑફ મ્યુનિસિપાલિટીઝ રવીન્દ્ર ખતાલેની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમદાવાદમાં આવેલી લોકસભાની બેઠકો – ખાસ કરીને અમદાવાદ પૂર્વ તથા અમદાવાદ પશ્ચિમમાં રાજકીય ઉમેદવારો દ્વારા થનાર ખર્ચ પર દેખરેખ […]

IPL 2024: રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આજે મેચ

નવી દિલ્હીઃ સનરાઈઝર્સ હૈદરાબાદે IPL 2024માં તેમની ત્રીજી જીત હાંસલ કરી છે. આ ટીમે મંગળવારે રમાનાર મુકાબલામાં પંજાબ કિંગ્સને 2 રનથી હરાવ્યા હતા. મોહાલીમાં રમાનાર આ મુકાબલામાં પંજાબના કેપ્ટન શિખર ધવને ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. હૈદરાબાદે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ સાથે182 રન બનાવ્યા હતા. ત્યારે આજે IPLમાં જીતના રથ […]

ગાંધીનગરમાં એકથી પાંચ સેક્ટરમાં પાણીની સમસ્યા, ઓછા પ્રેશરથી પાણી અપાતા મુશ્કેલી

ગાંધીનગર:  શહેરમાં વધતા જતા તાપમાન સાથે પાણીનો વપરાશ પણ વધતો જાય છે.  ત્યારે ઘણા દિવસથી શહેરના સેકટર 1, 2, 3, 4, અને 5માં પાણીનો કકળાટ શરૂ થયો છે. પુરતા પ્રેશરથી પાણી આવતું ન હોવાની ફરિયાદો ઊઠી છે. સ્થાનિક કોર્પોરેટરોએ પણ રજુઆત કરી છે. કહેવાય છે. કે બોરના પાણીના તળ ઊંડા જતાં આ સમસ્યા જોવા મળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code