1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં સરકારી કર્મચારીઓની દિવાળી સુધરીઃ પહેલા પગારની કરાશે ચુકવણી
ગુજરાતમાં સરકારી કર્મચારીઓની દિવાળી સુધરીઃ પહેલા પગારની કરાશે ચુકવણી

ગુજરાતમાં સરકારી કર્મચારીઓની દિવાળી સુધરીઃ પહેલા પગારની કરાશે ચુકવણી

0
Social Share

ગાંધીનગરઃ રાજ્યના કર્મચારીઓને દિવાળી પહેલા જ પગાર ચુકવી દેવાનો સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આગામી 4થી નવેમ્બરે દિવાળી છે.  દિવાળીના તહેવારને લઈને  લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અને આ વખતે કોરોનાનાં કેસો પણ ઓછા હોવાને કારણે દિવાળી ઉજવવા માટે લોકો થનગની રહ્યા છે. આ વચ્ચે જ રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર સામે આવ્યા છે. દિવાળી પર્વને લઈને રાજ્ય સરકારે નવેમ્બર મહિનાનો પગાર ઓક્ટોબરના અંતિમ અઠવાડિયામાં કરી દેવાનો નિર્ણય કર્યો છે.

રાજ્ય સરકારે દિવાળી પર્વ નિમિત્તે સરકારી કર્મચારીઓને નિયત તારીખ કરતા વહેલો પગાર આપવામાં નિર્ણય કર્યો છે.  રાજ્ય સરકાર દ્વારા ઠરાવ જાહેર કરીને જાણકારી આપવામાં આવી છે. ઠરાવમાં જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે દિવાળીનો તહેવાર 4-11-2021ના રોજ હોઈ, કર્મચારીઓ અને પેન્શનરો આનંદ અને ઉત્સાહપુર્વક આ તહેવાર ઉજવી શકે તે બાબતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ઓક્ટોબર 2021 માસના પગાર ભથ્થા તથા પેન્શનની ચૂકવણી વહેલી કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે, ઓક્ટોબર 2021 માસના રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓ/પેન્શનરોના પગાર ભથ્થા/પેન્શનની ચૂકવણી તા. 13-10-1993ના ઠરાવમાં જણાવ્યા પ્રમાણે મહિનાના પ્રથમ ત્રણ કામકાજના દિવસોને બદલે, વંચાણમાં લીધેલ તારીખ 20-4-1993ના ઠરાવમાં છૂટછાટ મુકીને 25-10-2021 તથા 26-10-2021 દરમિયાન તબક્કાવાર કરવાનું ઠરાવવામાં આવે છે. આ ઉપરાંત કરાર આધારિત કર્મચારીઓના પગાર પણ સરકાર વહેલો કરશે. ઠરાવમાં જણાવ્યા અનુસાર શૈક્ષણિક સંસ્થાઓના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓ, પંચાયત સેવાના કર્મચારીઓ તથા કરાર આધારિત નિમણૂક પામેલ કર્મચારીઓને પણ લાગુ પડશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code