ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીનો નવો લૂક આવ્યો સામે, સોશિયલ મીડિયામાં તસ્વીર વાયરલ
આઈપીએલ 2025માં એમએસ ધોની રમશે કે નહીં તે અંગે હજુ સુધી અસમંજસ જેવી સ્થિતિ છે. તમામ ટીમોની જેમ, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ પણ 31 ઓક્ટોબરની સાંજ સુધીમાં BCCIને તેમની રીટેન્શન લિસ્ટ સબમિટ કરવાની રહેશે. પરંતુ CSK કેમ્પ પણ ચિંતિત છે કારણ કે ધોનીએ હજુ સુધી IPL 2025માં રમવા અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. આ બધાની વચ્ચે એમએસ ધોનીનો નવો લૂક સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં હાલ એમએસ ધોનની સફેદ બંડી એટલે કે બનીયાનમાં એક તસ્વીર વાયરલ થઈ છે. જેને ધોનીના પ્રશંસકોની સાથે લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. એટલું જ નહીં ધોનીના આ નવા લૂકને લઈને વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યાં છે.
અગાઉ એમએસ ધોની વિશે એવી અટકળો હતી કે CSK અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ તે 28 ઓક્ટોબરે IPL 2025 અંગે નિર્ણય આપી શકે છે. પરંતુ તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે બીસીસીઆઈ દ્વારા જારી કરવામાં આવેલી ડેડલાઈન એટલે કે 31મી ઓક્ટોબરના એક દિવસ પહેલા ધોની આઈપીએલમાં પોતાના ભવિષ્ય અંગે અપડેટ આપવા જઈ રહ્યો છે. બીજી તરફ CSKના CEO કાસી વિશ્વનાથને તાજેતરના નિવેદનમાં કહ્યું હતું કે, “અમે ઈચ્છીએ છીએ કે ધોની CSK માટે રમે, પરંતુ ધોનીએ આ વિષય પર અમને કંઈ સ્પષ્ટ કર્યું નથી. હું તમને 31 ઓક્ટોબર પહેલા બધું જણાવીશ.” ધોનીએ પહેલા જ CSKની કેપ્ટન્સી છોડીને રુતુરાજ ગાયકવાડને ટીમની કમાન સોંપી દીધી છે.


