1. Home
  2. ગુજરાતી
  3. નવા સિમ કાર્ડને લઈને સરકાર દ્વારા નવી ગાઈડલાઈન જારી,સિમ ડીલરોનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું
નવા સિમ કાર્ડને લઈને સરકાર દ્વારા નવી ગાઈડલાઈન જારી,સિમ ડીલરોનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું

નવા સિમ કાર્ડને લઈને સરકાર દ્વારા નવી ગાઈડલાઈન જારી,સિમ ડીલરોનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું

0
Social Share

દિલ્હી: દેશમાં દરરોજ સિમ કાર્ડ કૌભાંડનો પર્દાફાશ થઈ રહ્યો છે. તાજેતરમાં, પોલીસે એક છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે જેમાં આધાર કાર્ડનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, એક આધાર કાર્ડ પર 658 સિમ કાર્ડ આપવામાં આવ્યા હતા અને આ તમામ સિમ કાર્ડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.

ત્યારે હવે સરકારે સિમ કાર્ડના મુદ્દાને લઈને નવો નિર્ણય લીધો છે. ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે એક નિવેદનમાં કહ્યું છે કે જથ્થાબંધ સિમ કાર્ડ વેચવા માટે સિમ ડીલરોનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. સરકારના આ પગલાથી નકલી સિમ કાર્ડનું વેચાણ અને એક જ નામ અથવા આઈડી પર એકથી વધુ સિમ કાર્ડના વેચાણ પર રોક લાગશે. આ સ્પામિંગને પણ ઘટાડી શકે છે.

નવા સિમ કાર્ડને લઈને સરકાર દ્વારા નવી ગાઈડલાઈન જારી કરવામાં આવી છે. સરકારના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 52 લાખ મોબાઈલ કનેક્શન બંધ કરવામાં આવ્યા છે, જ્યારે 67,000 ડીલરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. મે 2023 થી સિમ કાર્ડ ડીલરો વિરુદ્ધ 300 FIR નોંધવામાં આવી છે. નકલી સિમ કાર્ડ રેકેટમાં સંડોવાયેલા લગભગ 66,000 વોટ્સએપ એકાઉન્ટને પણ બ્લોક કરી દેવામાં આવ્યા છે.

નવી ગાઈડલાઈન મુજબ પોલીસ વેરિફિકેશન વગર સિમ કાર્ડ વેચવા પર 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. ટેલિકોમ મંત્રીના જણાવ્યા અનુસાર, દેશમાં લગભગ 10 લાખ સિમ કાર્ડ ડીલર્સ છે જેમણે પોલીસ વેરિફિકેશન કરાવવું પડશે. આ સિવાય બિઝનેસ (દુકાન)નું કેવાયસી પણ કરવું પડશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code