1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો

0
Social Share

ગાંધીનગરઃ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષામાં જે વિદ્યાર્થી એક કે બે વિષયમાં નાપાસ થયેલા હોય તેવા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા આગામી તા. 10મી જુલાઈથી લેવાનો નિર્ણય કરાયો છે, શિક્ષણ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલી ધોરણ 10 અને 12ની  પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવાયા બાદ નવું શૈક્ષણિક સત્ર પણ શરૂ થઈ ગયું છે. 35 દિવસના વેકેશન બાદ સ્કૂલોમાં રાબેતા મુજબ અભ્યાસક્રમ પણ શરૂ થઈ ગયો છે. ત્યારે ધોરણ 10 અને 12માં એક કે બે વિષયમાં નાપાસ થયેલા ઉમેદવારો માટે પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરાયું છે. 10થી 14 જુલાઈ દરમિયાન આ પરિક્ષા લેવામાં આવશે. જેમાં  ધો.10માં  અને ધો.12  સાયન્સ અને સામાન્ય પ્રવાહ તથા વ્યવસાયલક્ષી પ્રવાહ તથા સંસ્કૃત માધ્યમમાં એક કે બે વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓની પુરક પરીક્ષા 10 જુલાઈથી 14 જુલાઈ દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષાનો કાર્યક્રમ શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવ્યો છે.

બોર્ડના સૂત્રોએ ઉમેર્યું હતું કે, ધોરણ 10 અને 12માં એક કે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ જુલાઈમાં પૂરક પરીક્ષા આપી શકશે તેમજ ગેરહાજર વિદ્યાર્થીઓ પણ જુલાઈમાં પૂરક પરીક્ષા આપી શકશે. અગાઉ 5 જૂન સુધી પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો જો કે, સમય મર્યાદા વધારી 9 જૂન સુધી કરવામાં આવી હતી.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code