1. Home
  2. ગુજરાતી
  3. અમેરિકામાં વસવાટ કરતા ગુજરાતીઓ એક લાખ ડોલરના ખર્ચે 200 ઓક્સિજનના મશીન સુરત મોકલશે
અમેરિકામાં વસવાટ કરતા ગુજરાતીઓ એક લાખ ડોલરના ખર્ચે 200 ઓક્સિજનના મશીન સુરત મોકલશે

અમેરિકામાં વસવાટ કરતા ગુજરાતીઓ એક લાખ ડોલરના ખર્ચે 200 ઓક્સિજનના મશીન સુરત મોકલશે

0
Social Share

સુરત:  શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે. સુરતમાં તો સૌરાષ્ટ્રથી કોરોનાની સારવાર માટે અનેક દર્દીઓ આવી રહ્યા છે. આ સ્થિતિમાં જન્મભૂમિનું ઋણ ઉતારવા માટે અમેરિકાને પોતાને કર્મભૂમિ બનાવનાર ગુજરાતી સમાજ આગળ આવ્યો છે.  જેઓ 100000 ડોલરના ખર્ચે સુરતને ઓક્સિજન મશીનો મોકલશે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતી સમાજ ઓફ મિસીસિપ્પી દ્વારા એક લાખ ડોલરના ખર્ચે 200 જેટલા ઓક્સિજન સુરત મશીન મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. માદરે વતતને સહાય કરવા માટે તત્પર ગુજરાતી સમાજના આગેવાનો દ્વારા ગણતરીના સમયમાં જ એક લાખ ડોલરની માતબર સહાય એકઠી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે. રાજ્યના અનેક લોકો વિદેશોમાં સ્થાયી થયા છે. અને રોજગાર-ધંધામાં નામના મેળવી છે. સુરત સહિત ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી વિદેશમાં વસવાટ કરતા ગુજરાતીઓ ચિંતિત બન્યા છે અને વતનમાં રહેતા પોતાના પરિવારોની પણ ફોન દ્વારા પૂછતાછ કરી રહ્યા છે.

સુરતમાં ઓક્સિજનના મશીનની અછત હોવાનું જાણીને ગુજરાતી પરિવારોએ ફાલો એકત્ર કરીને સુરતવાસીઓની મદદ કરવાનો નિર્ધાર કર્યો હતો. સુરતમાં ઓક્સિજનના અભાવે ખાનગી હોસ્પિટલના સંચાલકોના જીવ તાળવે ચોંટી ગયા છે. હાલ સુરતને દરરોજ 220 મેટ્રિક ટન ઓક્સિજનની આવશ્યકતા સામે 130-140 મેટ્રિક ટનનો પુરવઠો સપ્લાય કરવામાં આવતો હોવાથી સ્થિતિ વધુ વિકરાળ બની છે. શહેરમાં એક બાજુ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, જેને કારણે મૃત્યુંઆંકમાં પણ વધારો થયો છે.  શહેરમાં કોરોનાની સ્થિતિ વિશે વાત કરીએ તો રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડા છેલ્લા 24 કલાકમાં સુરતમાં કોરોનાના 2269 કેસ અને 27 દર્દીઓના મોત નીપજ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code