Homeગુજરાતીજો તમારા બાળકો વાતવાતમાં તમારાથી ખોટૂં બોલી રહ્યા છે તો હવે તેને...
જો તમારા બાળકો વાતવાતમાં તમારાથી ખોટૂં બોલી રહ્યા છે તો હવે તેને સુધારવા માટે કરો આટલું
- બાળક ખોટૂં બોલે છે તો તેને પ્રેમથી સમજાવો
- તેના મિત્ર કોણ છે તેના વિશે જાણો
- સાચા અને ખોટાની તેને જાણ કરો
- તેના સાથે વધુ સમય પસાર કરો
માતા-પિતા બનવું એ દુનિયાની સૌથી મોટી ખુશી છે, સાથે સાથે એક મોટી જવાબદારી પણ હોય છે. જેમ-જેમ બાળક મોટું થાય છે, તેમ-તેમ તેમાં ઘણા ફેરફારો થાય છે. કેટલાક ફેરફારો એવા હોય છે કે માતા-પિતા ક્યારેક સમજી શકતા નથી કે તેમની સાથે કેવી રીતે વ્યવહાર કરવો,બાળકને ખાસ તેણે સાચા અને ખોટા વચ્ચેનો તફાવત સમજવાની જરૂર છે. આ ઉંમરે બાળકો જે કંઈ પણ કરે છે, તેમને બધું જ ગમે છે.ઘણી વખત, તેઓ કેટલાક એવા કામ કરવા લાગે છે જે આ ઉંમરમાં યોગ્ય નથી, જેમ કે ધૂમ્રપાન કરવું, મિત્રોને હેરાન કરવું, ચીડવવું, ખોટું બોલવું વગેરે. આજે આ આપણે બાળકની જૂઠું બોલવાની આદત કેવી રીતે સુધારવી તે વિશે વાત કરીશું.
જ્યારે તમારું બાળક તમારી સાથે જૂઠું બોલે છે, ત્યારે તેની શારીરિક પ્રવૃત્તિઓ પર ધ્યાન આપો. જો તમારી સાથે વાત કરતી વખતે તે ઝડપથી ઝબકી રહ્યો હોય તો તેનો અર્થ એ છે કે તે કંઈક છુપાવી રહ્યો છે.
જો બાળક ખોટું બોલતી વખતે તમારી તરફ ન જુએ તો સમજી લેવું કે તે સાચી વાત નથી કહી રહ્યો.
તમારી સાથે વાત કરતી વખતે ચહેરો લાલ થઈ જાય અથવા કપાળ પર પરસેવો આવી જાય, તો તેનો અર્થ એ છે કે તે તમારી સાથે જૂઠું બોલવાનો પ્રયાસ કરી રહ્યો છે.
બાળકનું જૂઠ પકડાય ત્યારે તેને ઠપકો આપવાને બદલે તેનું કારણ જાણવાનો પ્રયાસ કરો.
બાળકને શાંતિથી સમજાવો કે એક જૂઠથી કેટલું નુકસાન થઈ શકે છે. તેની સાથે ખુલીને વાત કરો.એક જૂઠ સો જૂઠ બોલાવે છે તે તેને પ્યારથી સમજાવો
જો બાળક તમને કંઈપણ કહેતા ડરે છે, તો તેની સાથે મૈત્રીપૂર્ણ સંબંધ બાંધવાનું શરૂ કરો. નહિંતર, પછીથી જૂઠું બોલવું તમારી આદત બની જશે.
આ સાથે જ તમારા બાળકના મિત્ર કોણ છે તે શાળામાં ,ઘરની બહારકોની સાથે રમે છે તે રીતે તેના મિત્ર વિશે જાણો. તે કોની સાથે રહે છે? કોઈ તેને ખોટું શીખવી રહ્યું છે કે કેમ તે શોધો.