1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં વધુ મતદાન માટે IMPCCની બેઠક મળી
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં વધુ મતદાન માટે  IMPCCની બેઠક મળી

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં વધુ મતદાન માટે IMPCCની બેઠક મળી

0
Social Share

ગાંધીનગરઃ આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે ત્યારે મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટેના પ્રયાસો મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવી રહ્યા છે, એના ભાગરૂપે ગાંધીનગર ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીના અધ્યક્ષસ્થાને ઈન્ટર મીડિયા પબ્લિસિટી કો-ઑર્ડિનેશન કમિટી (IMPCC)ની બેઠક યોજાઈ હતી.

પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો, દૂરદર્શન, ઑલ ઈન્ડિયા રેડિયો, રાષ્ટ્રીય સેવાસેવા યોજના, નહેરૂ યુવા કેન્દ્ર, માહિતી નિયામકશ્રીની કચેરી સહિતના પ્રસાર માધ્યમોના ઉચ્ચ અધિકારીઓને સમાવિષ્ટ કરતી ઈન્ટર મીડિયા પબ્લિસિટી કો-ઑર્ડિનેશન કમિટીની બેઠકમાં, મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ મતદાન જાગૃતિ માટે કરવામાં આવી રહેલી પ્રવૃત્તિઓ,  વિવિધ સરકારી વિભાગો સાથેના MoU ઉપરાંત દિવ્યાંગ, વિચરતી જાતિ, અગરિયા અને થર્ડ જેન્ડર જેવા મતદારોના સ્પેશિયલ ગ્રુપમાં મતદાર નોંધણી અને મતદારલક્ષી સુવિધાઓ સહિતની બાબતોની ચર્ચા કરી હતી.

આ બેઠકમાં દૂરદર્શનના સમાચાર વિભાગના નિયામક અને નાયબ નિયામક, ઑલ ઈન્ડિયા રેડિયોના નાયબ નિયામક સહિતના અધિકારીઓએ મતદાર જાગૃતિ માટે વિવિધ સુચનો કર્યા હતા. આ તકે મુખ્ય નિર્વાચન અધિકારીએ SVEEP એટલે કે સિસ્ટમેટીક વોટર્સ એજ્યુકેશન અને ઈલેક્ટોરલ પાર્ટિશિપેશન સંદર્ભે પ્રસાર માધ્યમોને સક્રિય સહકાર માટે અપીલ કરી હતી. ખાસ કરીને સ્પેશિયલ ગ્રુપ્સ અને શહેરી વિસ્તારોમાં જોવા મળતી મતદાન અંગેની ઉદાસીનતા દૂર કરી વોટર ટર્નઆઉટ વધારવા આ માધ્યમો કઈ રીતે મદદરૂપ થઈ શકે તે માટેના સૂચનોને પણ આવકાર્યા હતા. આ બેઠકમાં રિજિયોનલ બ્યુરો ઑફ કોમ્યુનિકેશનના એડિશનલ ડાયરેક્ટર જનરલ પ્રકાશ મગદુમ તથા સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી એ.બી. પટેલ અને મીડિયા સેલના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code