1. Home
  2. ગુજરાતી
  3. કાનપુરઃ સંપત્તિની લાલચમાં દત્તક દીકરીએ પ્રેમી સાથે મળી માતા-પિતાની હત્યા કરી
કાનપુરઃ સંપત્તિની લાલચમાં દત્તક દીકરીએ પ્રેમી સાથે મળી માતા-પિતાની હત્યા કરી

કાનપુરઃ સંપત્તિની લાલચમાં દત્તક દીકરીએ પ્રેમી સાથે મળી માતા-પિતાની હત્યા કરી

0
Social Share

લખનૌઃ કાનપુરમાં દંપતિની ઘાતકી હત્યા કરવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. દંપતિએ ગોદ લીધેલી દીકરીએ જ પ્રેમી સાથે મળીને દંપતિની ઘાતકી હત્યાને અંજામ આપ્યો હોવાનું ખૂલ્યું છે. યુવતીએ પાલક માતા-પિતાની કરોડની સંપતિ પચાવી પાડવા માટે પ્રેમી સાથે મળીને સમગ્ર કાવતરુ ઘડ્યું હોવાનું ખૂલ્યું હતું. આ ઘટનાથી સંબંધીઓ અને પરિચિતો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

સંબંધીઓએ જણાવ્યું કે, મુન્ના લાલના નાના ભાઈ રામ પ્રકાશને જોડિયા પુત્રી છે. પુત્રીઓના જન્મના થોડા દિવસો બાદ મુન્ના લાલે એક પુત્રીને દત્તક લીધી હતી. તેનું નામ કોમલ હતું. તે તેમની સાથે રહેતી હતી. કોમલે BTC પાસ કર્યું હતું. મુન્ના લાલ તેને આગળ ભણાવવા માંગતા હતા. તેમની ઈચ્છા સરકારી નોકરી મેળવવાની હતી, પરંતુ કોમલના મનમાં કંઈક અલગ જ ચાલી રહ્યું હતું.

મળતી માહિતી મુજબ, મુન્ના લાલની સરસૌલમાં હાઈવેની બાજુમાં 4 વીઘા જમીન છે. જેની કિંમત કરોડો રૂપિયા છે. બારા-2માં એક મકાન છે અને છ અલગ-અલગ જગ્યાએ પ્લોટ પણ છે. આ મિલકતના લોભમાં કોમલે તેના પ્રેમી સાથે ઘટનાને અંજામ આપ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, કોમલ લાંબા સમયથી રોહિત નામના યુવાનના સંપર્કમાં હતી. રોહિતને કોમલે જ પોતાના પરિવાર અને સંપત્તિ વિશે માહિતી આપતી રહી. આ કારણે રોહિતના મનમાં લાલચ ઉભી થઈ હતી. જેથી તેણે જ કોમલ સાથે મળીને સંપત્તિ પચાવી પાડવાના ઈદારે જ હત્યા કરી હોવાનું ખૂલ્યું હતું.

(Photo-File)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code