1. Home
  2. ગુજરાતી
  3. ખાસ પ્રસંગ્રે બાળકોને પરફ્યુમથી રાખો દૂર, શ્વાસની પરેશાની ઉભી થવાની સમસ્યા
ખાસ પ્રસંગ્રે બાળકોને પરફ્યુમથી રાખો દૂર, શ્વાસની પરેશાની ઉભી થવાની સમસ્યા

ખાસ પ્રસંગ્રે બાળકોને પરફ્યુમથી રાખો દૂર, શ્વાસની પરેશાની ઉભી થવાની સમસ્યા

0
Social Share

સામાન્ય રીતે ઘરમાં કોઇ પણ પ્રસંગ હોય કે ક્યાંય બહાર ફરવા જવાનો પ્લાન હોય બાળકોને લઇને પેરેન્ટ્સ ઘણી કેર કરે છે.સારાં દેખાવ અને ફ્રેશ રાખવા માટે પરફ્યુમનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ બાળકોની કોમળ સ્કિન પર પરફ્યૂમનો ઉપયોગ કરવો સુરક્ષિત નથી. કારણ કે વધારે પરફ્યૂમમાં 78% થી 95% સુધી ડિનેચર્ડ આલ્કોહોલ, સિન્થેટિક ફ્રેગર્નસ અને ફથેલેટ્સ જેવા કેમિકલ મળે છે. આ દરેક વસ્તુ સ્કિનમાં એબ્ઝોર્બ થઇને બાળકના બ્લડ સ્ટ્રીમ સુધી પહોંચે છે અને એલર્જી, ખંજવાળ, રેસીસ અથવા શ્વાસની પરેશાનીનું કારણ બની શકે છે.

નાના બાળકોના ફેફસાં સામાન્ય રીતે પૂરી રીતે વિકસિત નથી હોતા. વધુ ગંધ અથવા કેમિકલ બેઝ્ડ પરફ્યૂમ તેના શ્વસનતંત્રને અસર કરી શકે છે. ઘણા કિસ્સાઓમાં, માથાનો દુખાવો, ચક્કર આવવા અથવા બંધ નાક જેવી સમસ્યાઓ પણ ઊભી થાય છે.

ડોક્ટર્સનુ માનવું છે કે બાળકોની સારી સુગંધ માટે કોઇ પરફ્યૂમની જરૂરત નથી. તેની નેચરલ ફ્રેશનેસ બનાવી રાખવા માટે સાફ-સફાઇ જ યોગ્ય અને જરૂરી છે. દરરોજ બાળકને બેબી ફ્રેન્ડલી અને પીએચ બેલેન્સ વાળાં સાબુથી નવડાવો. નવડાવી લીધાં બાદ હળવું મોશ્ચરાઇઝર લગવો. હંમેશા કોટન અને સાફ કપડાં પહેરાવો.

કેટલાંક પેરેટ્ન્સ ખાસ પ્રસંગ પર બાળકોને પરફ્યૂમ લગાવવાનું ઇચ્છતા હોય છે આવામાં સાવધાની જરૂરી છે. આલ્કોલ હોલ ફ્રી અને નેચરલી ઇગ્રિડિયિન્ટ્સ વાળા પરફ્યૂમ જ પસંદ કરો. પરફ્યૂમને ડાયરેક્ટ સીધી સ્કિન પર ન લગાવો. માત્ર કપડાં પર હળવું સ્પ્રે કરો. ગળા કે બગલ અથવા ફેસ જેવાં સેન્સેટિવ ભાગ પર ન લાગે તો ધ્યાન રાખો. બાળકને કોઇ પણ પ્રકારની એલર્જી અથવા શ્વાસ લેવામાં તકલીફ થાય છે તો તરત જ ડોક્ટરની સલાહ અવશ્ય લો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code