કિચન ટિપ્સઃ- જો બાળકો દૂધી ન ખાતા હોય તો દૂધી અને રવાનો આ નાસ્તો બનાવો, જે ખાવામાં ટેસ્ટી હશે અને બાળકોને ભાવશે પણ
સાહિન મુલતાનીઃ-
દૂધીનું શાક ામ તો કોઈને ભાવતું હોતુ નથી પણ જો તેમાંથી કો ીવાનગી બનાવવામાં આવે તો તે સૌ કોી ખાય છે તો આજે દૂધીનો રસર મચાનો નાસ્તો બનાવીશું
સામગ્રી
- 1 નંગ દૂધીઃ- છાલ કાઢીને છીણી લેવી
- 1 ચમચી – મરચાની પેસ્ટ
- 1 ચમચી – લસણની પેસ્ટ
- 1 ચમચી – ખાંડ
- 1 ચમચી – લીબુંનો રસ
- અડધી ચમચી – અજમો
- સ્વાદ પ્રમાણે – મીઠું
- અડધી ચમચી – હરદળ
- 1 કપ – રવો
- 1 કપ – બેસન
- 1 કપ – દહીં
- વધાર માટે – રાય, કઢી પત્તા, જીરું ,હિંગ, તલ અને લીલા ધાણા
સૌ પ્રથમ એક બાઉલમાં છીણેલી દૂધી લઈલો દૂધીનું પાણી નીતારવું નહી પાણી સાથે જ દૂધી લો.
હવે આ બાઉલમાં રવો અને બેસન એડ કરીને બરાબર મિક્સ કરીલો
હવે તેમાં મીઠું, હરદળ, અજમો, લીબુંનો રસ, ખાંડ, દંહી, મચચા લસણની પેસ્ટ એડ કરપીને 2 ચમચી તેલ પણ એડ કરીદો
ત્યાર બાદ આ મિશ્રણને બરાબર મિક્સ કરીલો, ઈડલીનું મિશ્રણ હોય તે પ્રમાણમાં ઘટ્ટ રાખવું જરુર પડે તો થોડુ પાણી એડ કરી શકો છો.
હવે આ મિશ્રણને ઈડલીના સ્ટિમરમાં ઈડલીની જેમ જ બાફી દો હવે 12 થી 15 મિનિટ બાદ તેને કાઢી લો.
ત્યાર બાદ હવે એક કઢાઈમાં તેલ લઈ તેમાં રાય ફોડી જીરું હિંગ કઢી પત્તા નાખીને ને તેમાં આ બનાવેલી ઈડલી નાખી બરાબર ફેરવી લો
તેયાર છે દૂધ અને રવાનો આ નાસ્તો જે હોંશે હોંશે બાળકો ખાશે પણ ખરા અને મોટાઓને પણ ભાવશે