Homeગુજરાતીકિચન ટિપ્સઃ- નુડલ્સ પસંદ છે પણ તમે મેંદો અવોઈડ કરો છો તો...

કિચન ટિપ્સઃ- નુડલ્સ પસંદ છે પણ તમે મેંદો અવોઈડ કરો છો તો બનાવો આ ઘઉંના વેજીસ મલાસા નુડલ્સ કોઈ પણ ચાઈનિઝ સોસ વગર

સાહિન મુલતાનીઃ-

ચાઈનિઝ વાનગી આજકાલ સૌ કોઈની પ્રિય છએ જો કે તેમાં મેંદો અને સોસ એવા હોય છએ જે આપણાને નુકશાન કરે છે ત્યારે હવે તમે ઘરે નુડલ્સ ખાવાનનું પસંદ કરો છો તો તમારા માટે ઘંઉના નુડલ્સ ઈન્સ્ટન્ટ બનાવીન રીત લઈને આવ્યા છીએ

સામગ્રી

  • 1 વાટકો – ઘંઉનો લોટ
  • સ્વાદ પ્રમાણે – મીઠું3 ચમચી -મોણ માટે તેલ
  • બાફવા માટે એક તપેલી ભરીને પાણી

આ રીતે બનાવો નુડલ્સ

  • સૌ પ્રથમ લોટમાં મીઠું અને તેલ નાખીને નરમ લોટ બાંઘી લો ,
  • હવે સેવ પાડવાના મશીલમાં લોટનો લૂઓ ચો ત્યાર બાદ એક મોટી તપેલીમાં દરમ પાણી કરવા રાખો તેમાં 2 ચમચી તેલ અને મીઠું નાખઈને પાણીને બરાબર ઉકળવાદો
  • હવે પાણી ઉકળવા લાગે એટલે મશીન વડે તેમાં નુડલ્સ પાડીલો અને 5 થી 6 મિનિટ તેને પાણીમાં ઉકાળીને ચારણીમાં કાઢીલો
  • ચારણીમાં કાઢ્યા બાદ તેના પર ઠંડુ પાણી રેડી દો એટલે નુડલ્સ છૂટા રહેશે

નુડલ્સને વઘારવાની સામગ્રી

  • 2 ચમચા – તેલ
  • 1 ચમચી  – જીરુ
  • 2 ચમચી – મેગી મલાસો
  • 1 ચમચી – ટામેટો કેચઅપ
  • 2 ચમચી – સમારેલી જીણી કોબિઝ
  • 1 નંગ  – ગાજર લાબું સમારેલું 
  • 1 નંગ – કેપ્સિકમ મરચું લાંબુ સમારેલુ
  • 1 નંગ – સામેરીલ ડુંગળી
  • સ્વાદ પ્રમાણે – મીઠું
  • 1 ચમચી – લીલા મરચા જીણા સમારેલા
  • 1 ચમચી – આદુ લસણ જીમુ કતરેલું

રીતઃ- સૌ પ્રથમ એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખો

તેલ ગરમ થાય એઠસે તેમાં જીરુ અને ડુંગળી સાંતળીલો

ત્યાર બાદ તેમાં લીલા મપચા અને આદુ,લસણ નાખીને બરાબર સાંતળીને મીટું એડ કરીદો

હવે તેમાં કોબિઝ અને ગાજર તથા કેપ્સિકમ મરચા એડ કરીને 2 મિનિટ ઢાંકીને થવાદો

ત્યાર બાદ નુડલ્સ એડ કરીને તેને બરાબર ફેરવતા રહો ફેરવાઈ ગયા બાદ તેમાં મેગી મસાલો ટામેટા કેઅપલ અને લીલા ઘાણા નાખીને 1 મિનિટ ફેરવી દો તૈયાર છે હોમમેડ ઘઉંના નુડલ્સ

આ નુડલ્સ તમારા બાળકો પેટ ભરીને ખાશએ તો પણ નુકશાન નહી કરે કારણ કે આમા મેંદો પમ નથી અને કોઈ ચાઈનિઝ સોસ પણ નથી.

જો તમે વઘુ સ્વાદિષ્ટ નુડલ્સ ઈચ્છો છો તો ચિઝ એડ કરી શકો છો.

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular