Homeગુજરાતીદેશ-વિદેશપાકિસ્તાનના સેના પ્રમુખને રાજકીય નેતા ફઝલુર રહેમાને 1971ના યુદ્ધની હાર યાદ તાજી...

પાકિસ્તાનના સેના પ્રમુખને રાજકીય નેતા ફઝલુર રહેમાને 1971ના યુદ્ધની હાર યાદ તાજી કરાવી

પેશાવર, 24 ઓગસ્ટ 2026: પાકિસ્તાનના વરિષ્ઠ રાજનેતા અને જમીયત ઉમેલા એ ઈસ્લામ(F)ના પ્રમુખ મૌલાના ફઝલુર રહેમાને પાકિસ્તાનના સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ આસિમ મુનીર અને લશ્કરી પ્રતિષ્ઠાન પર ખૂબ જ આકરા પ્રહારો કર્યા છે. તેમણે 1971 માં ઢાકામાં પાકિસ્તાની સેનાના આત્મસમર્પણનો ઉલ્લેખ કરીને વર્તમાન સમયની આક્રમક નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. પેશાવારમાં JUI-F ના એક સંમેલનને સંબોધિત કરતા ફઝલુર રહેમાને સેનાના વલણ પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભૂતકાળમાં પણ ‘છેલ્લા શ્વાસ સુધી લડવાના’ મોટા દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ તેનો અંત પાકિસ્તાનની હાર અને ઢાકામાં આત્મસમર્પણના રૂપમાં આવ્યો હતો. તેમણે ડિસેમ્બર 1971ની યાદ અપાવતા જણાવ્યું કે, જનરલ યાહ્યા ખાને પણ તે સમયે આવા જ મોટા દાવા કર્યા હતા, પરંતુ વાસ્તવિકતામાં 93 હજાર સૈનિકોએ હથિયાર મૂકવા પડ્યા હતા.

ફઝલુર રહેમાને સવાલ કર્યો હતો કે, જ્યારે દેશની સામાન્ય જનતા ગંભીર મુશ્કેલીઓ અને આર્થિક ભીંસનો સામનો કરી રહી છે, ત્યારે આ પ્રકારે શક્તિનું પ્રદર્શન કરવાનો શું અર્થ છે? તેમણે આક્ષેપ કર્યો છે કે સંસદ અને ફેડરલ સરકારની તમામ શક્તિઓને એક જ વ્યક્તિના હાથમાં કેન્દ્રિત કરવામાં આવી રહી છે, જે લોકતાંત્રિક સંસ્થાઓ માટે ચિંતાનો વિષય છે. તેમણે વિપક્ષી પક્ષોને પણ અપીલ કરી છે કે સંસદની અંદર એક થઈને આ બાબતનો વિરોધ કરવો જોઈએ, કારણ કે કાયદા ઘડતી વખતે પણ સંસદને હાંસિયામાં ધકેલવામાં આવી રહી છે.

  • સંસદને સાઈડલાઈન કરાયાનો આક્ષેપ

લાંબા સમયથી ચાલુ સંઘર્ષ અને રક્તપાતનો ઉલ્લેખ કરતા ફઝલુર રહેમાને જણાવ્યું હતું કે, આની શરૂઆતના કેટલાક દાયકાઓ વીતિ ગયા છે પરંતુ હિંસા અટકવાનું નામ જ નથી લઈ રહી. જ્યારે 1989માં અફઘાનિસ્તાનમાં ક્રાંતિ આવી અને યુદ્ધ શરૂ થયું તેને 45-46 જેટલા વર્ષ થયાં છે, એટલે કે અડધી સદીમાં માત્ર લોહી જ વહ્યું છે, આ તો ભૌગોલિક ફેરફારના સંકેત હોય છે. જો આ દમનનો સંકેત હોય તો અમે અમને તો તમારા ઈરાદાઓ વિશે જણાવો, હાલ અમે તેને સહન કરી રહ્યાં છીએ અને ભવિષ્યમાં પણ સહન કરી શકીએ. તેમણે આશંકા વ્યક્ત કરી કે, ભવિષ્યમાં કાનૂન બનાવવા અને સંવિધાનમાં સંશોધન કરવાની પ્રક્રિયામાં સંસદને સાઈડમાં કરી દેવામાં આવી શકે છે. સત્તાના પાયામાં આવો ફેરફાર લોકતાંત્રિક સંસ્થાઓ માટે ગંભીર ચિંતાનો વિષય છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular