1. Home
  2. ગુજરાતી
  3. સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’  બોક્સ ઓફીસ પર છવાઈ –  માત્ર 6 દિવસમાં જ આ ફિલ્મ 300 કરોડની કલ્બમાં સામેલ થવાની  નજીક પહોંચી
સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’  બોક્સ ઓફીસ પર છવાઈ –  માત્ર 6 દિવસમાં જ આ ફિલ્મ 300 કરોડની કલ્બમાં સામેલ થવાની  નજીક પહોંચી

સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’  બોક્સ ઓફીસ પર છવાઈ –  માત્ર 6 દિવસમાં જ આ ફિલ્મ 300 કરોડની કલ્બમાં સામેલ થવાની  નજીક પહોંચી

0
Social Share

મુંબઈ – શુક્રવાર 11 ઓગસ્ટના દિવસે સનિ દેઓલ અને અમિષા પટેલની ફિલ્મ ‘ગદર 2’ રિલીઝ થઈ હતી, સ્વતંત્રતા દિવસે આ ફિલ્મે તાબડતોડ બોક્સ ઓફીસ પર કમાણી કરી આ સાથે જ માત્ર 4 જ દિવસમાં ફિલ્મ 200 કરોડની ક્લબમાં સામેલ થઈ ચૂકી છેે ત્યારે ફિલ્મ રિલીઝના 6 દિવસ બાદ પણ દર્શકો ફિલ્મ જોવા માટે થીયેટરોમાં પહોંચી રહ્યા છે.

ફિલ્મે દરરોજ નવા રેકોર્ડ તોડીને 6 દિવસમાં 250 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મનું છઠ્ઠા દિવસનું કલેક્શન બહાર આવ્યું છે. ગદર 2 એ ભારતમાં 34.50 કરોડની શાનદાર કમાણી કરી હતી, ત્યારબાદ આ સિલસિલો ચાલુ રહ્યો અને હવે ગદર 2નું 6 દિવસનું કલેક્શન 263.48 કરોડ થઈ ગયું છે એટલે કે થોડા જ દિવસોમાં આ ફિલ્મ 300 કરોડની ક્લબમાં સામેલ થવાની તૈયારી બતાવી રહી છે.

આ ફિલ્મ ગદરનો બીજો ભાગ છે જે 22 વર્ષ બાદ રિલીઝ કરવામાં આવ્યો છે બે દાયકા બાદ સ્ક્રીન પર વાપસી કરનાર ગદર 2 એ શુક્રવારે 40.10 કરોડ, શનિવારે 43.08 કરોડ, રવિવારે 51.7 કરોડ, સોમવારે 38.7 કરોડ, મંગળવારે 55.40 કરોડની કમાણી કરી હતી. ફિલ્મે 5માં દિવસે સૌથી વધુ કલેક્શન કર્યું હતું. જો ગદર 2 આવી જ નોનસ્ટોપ કમાણી કરતી રહેશે તો ટૂંક સમયમાં જ ફિલ્મ 300 કરોડથી વધુની કમાણી કરવાની પુરેપુરી શક્યતાઓ સેવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મે તમામ રેકોર્ડ તોડ્યા છે આ વર્ષની સૌથી વઘુ કમાણી ઓછા દિવસમાં કરનારી ફિલ્મ બની છે તો સાથે એડવાન્સ બુકિંગમાં પણ ફિલ્મે બાજી મારી હતી, નિર્માતાઓએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે ‘ગદર 2’ એ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને ભારતીય સિનેમામાં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે.

 

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code