1. Home
  2. ગુજરાતી
  3. સંસદના બાલયોગી ઓડિટોરિયમમાં દેખાડવામાં આવી સની દેઓલની ફિલ્મ
સંસદના બાલયોગી ઓડિટોરિયમમાં દેખાડવામાં આવી સની દેઓલની ફિલ્મ

સંસદના બાલયોગી ઓડિટોરિયમમાં દેખાડવામાં આવી સની દેઓલની ફિલ્મ

0
Social Share

મુંબઈ:  બોલિવૂડ એક્ટર સની દેઓલની ફિલ્મ ગદર 2 રોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. અત્યાર સુધીમાં આ ફિલ્મે 400 કરોડથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મે ઘણી સુપરહિટ ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. હવે સમાચાર આવી રહ્યા છે કે ગદર 2નું સ્ક્રીનિંગ સંસદ ભવનના બાલયોગી ઓડિટોરિયમમાં કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મનું સ્ક્રીનિંગ રાજ્યસભા સચિવાલય એન્ટરટેઇનમેન્ટ ક્લબ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે શુક્રવાર 25 ઓગસ્ટથી રવિવાર 27 ઓગસ્ટ સુધી ચાલશે.

આ સાથે જ ફિલ્મના નિર્માતા અનિલ શર્માએ કહ્યું કે મને આ વિશેની જાણકારી ઈમેલ દ્વારા મળી હતી. તે મારા માટે ખૂબ જ ગર્વ અને ખુશીની ક્ષણ છે. તેમણે કહ્યું કે દર્શકો ગદર 2ને પોતાનો પ્રેમ આપી રહ્યા છે અને તેથી જ આ ફિલ્મ નવા રેકોર્ડ બનાવી રહી છે. “મને સ્ક્રીનિંગમાં ભાગ લેવા માટે પણ આમંત્રણ અપાયું હતું, પરંતુ વ્યસ્ત સમયને કારણે તેમાં ભાગ લેવો શક્ય નથી.

આ ફિલ્મને રિલીઝના બીજા અઠવાડિયામાં લોકોનો જબરદસ્ત રિસ્પોન્સ પણ મળી રહ્યો છે. બોક્સ ઑફિસ પર સુપરહિટ નીવડેલી આ ફિલ્મે એક નવો ઇતિહાસ સર્જ્યો છે. આ ફિલ્મ બીજા અઠવાડિયાના વીકએન્ડમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.સની દેઓલની ‘ગદર 2’ એ આગામી ફિલ્મો માટે એક નવો બેંચમાર્ક બનાવ્યો છે. ‘ગદર 2’એ એક એવો રેકોર્ડ બનાવ્યો છે જે આ પહેલા કોઇ કરી શક્યું નથી. આ ફિલ્મે રિલીઝના બીજા અઠવાડિયામાં 90.47 કરોડ રૂપિયાની કમાણી પણ કરી લીધી છે. આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 419 કરોડનો આંકડો પાર કરીને પીએસ-2 અને દંગલ જેવી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મે વિશ્વભરમાં  500 મિલિયનનો આંકડો પાર કરી લીધો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code