1. Home
  2. ગુજરાતી
  3. સનિ દેઓલની ફિલ્મ ‘ગદર 2’ એ ફર્સ્ટ ડે પર અક્ષય કુમારની ફિલ્મ ‘OMG 2’ ને પછાડી ,બોક્સ ઓફીસ પર શાનદાર કલેક્શન કર્યું
સનિ દેઓલની ફિલ્મ ‘ગદર 2’ એ ફર્સ્ટ ડે પર અક્ષય કુમારની ફિલ્મ ‘OMG 2’ ને પછાડી ,બોક્સ ઓફીસ પર શાનદાર કલેક્શન કર્યું

સનિ દેઓલની ફિલ્મ ‘ગદર 2’ એ ફર્સ્ટ ડે પર અક્ષય કુમારની ફિલ્મ ‘OMG 2’ ને પછાડી ,બોક્સ ઓફીસ પર શાનદાર કલેક્શન કર્યું

0
Social Share

મુંબઈઃ- વિતેલા દિવસને 11 ઓગસ્ટ શુક્રવારના રોજ સનિ દેઓલની ફિલ્મ ગદર 2 રિલીઝ થી હતી સાથે જ એક્શન હિરો અક્ષય કુમારની ફિલ્મ ઓએમજી 2 પણ રિલીઝ થી હતી જો કે ગદર 2 એ એડવાન્સ બુકિંગમાં જ બાજી મારી લીઘી હતી ત્યાર બાદ પ્રથમ દિવસે પણ ગદર 2 એ બોક્સ ઓફીસ પર શાનદાર કલેક્શન કરીને અક્ષય કુમારની ફઇલ્મને પછાળી હતી.

માહિતી પ્રમાણે22 વર્ષ પછી, સની દેઓલ અભિનીત ‘ગદર’ એ બોક્સ ઓફિસ પર ફરીથી  ઘમાલ મચાવી છે. ચાહકો ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા, જે આ શુક્રવારે પૂરી થઈ. તેની એક ઝલક બોક્સ ઓફિસ પર પણ જોવા મળી રહી છે.

વિગત અનુસાર પહેલા જ દિવસે આ ફિલ્મે શાનદાર કમાણી કરીને શાહરૂખ સ્ટારર ફિલ્મ ‘પઠાણ’ને ટક્કર આપી છેઅનિલ શર્માના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે પહેલા દિવસની કમાણીનો આંકડો ઉત્સાહીત જોવા મળ્યો છે જો કે હજી શનિવાર રવિવારનો લાભ ફિલ્મને મળશે.

સનિ દેઓલની ફિલ્મ ગદર 2  એ પ્રથમ દિવસનું કલેક્શન 40 કરોડ હોવાનું કહેવાય  રહ્યું છે.જ્યારે અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની OMGએ માત્ર 9.50 કરોડની કમાણી કરી છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે ગદર 2 એ પહેલા દિવસે OMG 2ને માત આપી દીધી છે.

‘ગદર 2’ પ્રથમ દિવસના કલેક્શનની દ્રષ્ટિએ પઠાણ પછી વર્ષની બીજી સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. શાહરૂખ ખાન સ્ટારર ‘પઠાણ’ એ પ્રથમ દિવસે 55 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું, જ્યારે સની દેઓલ સ્ટારર ‘ગદર 2’ એ પ્રથમ દિવસે 40 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. જે બાદ તેને વર્ષની બીજી મોટી ઓપનર ફિલ્મ માનવામાં આવી રહી છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code