લો બોલો, પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં ત્રણ વર્ષના બાળક પર વીજળી ચોરીનો આરોપ લાગ્યો !
નવી દિલ્હીઃ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. આ વિસ્તારમાં ત્રણ વર્ષના બાળક સામે વીજળી ચોરીનો કેસ નોંધવામાં આવ્યો છે. પેશાવર ઇલેક્ટ્રિક સપ્લાય કંપની (પેસ્કો) અને વોટર એન્ડ પાવર ડેવલપમેન્ટ ઓથોરિટી (વાપડા)ની ફરિયાદ બાદ બાળક વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. સગીરને એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં જજે એફિડેવિટ […]


