1. Home
  2. Tag "seized"

કંડલા નજીક કન્ટેનરમાંથી 3000 કરોડનું ડ્રગ્ઝ પકડાયુ, ATS અને DRIની સંયુક્ત કાર્યવાહી

ગાંધીધામઃ ડ્રગ્સ હેરાફેરીમાં ગજરાતનો દરિયો કાંઠો સ્વર્ગ સમાન બનતો જાય છે. જેમાં કચ્છના બંદરો પરથી અગાઉ પણ ડ્રગ્સ પકડાયુ હતું. ત્યારે હવે ગાંધીધામ શહેરના ભચાઉ ધોરીમાર્ગ પર આવેલા CSF (કન્ટેન્ટર ફ્રેઈટ સ્ટેશન)માંથી DRI અને ATSએ સંયુક્ત તપાસકાર્ય અંતર્ગત દરોડા પાડ્યા હતા. જે દરમિયાન એક કન્ટેનરમાંથી કરોડો રૂપિયાનો હેરોઈનનો જથ્થો મળી આવ્યો છે. ટેલકમ પાવડર હેઠળ […]

અમદાવાદમાં પોલીસે બે વર્ષમાં 83,884 વાહનો જપ્ત કર્યા, જેમાં 6,541 વાહનોને છોડાવવા કોઈ આવ્યુ નથી

ગાંધીનગરઃ અમદાવાદ શહેરમાં ટ્રાફિક ભંગ કરનારા વાહનચાલકો પાસે વાહનોના દસ્તાવેજ ન હોવાથી પોલીસ દ્વારા વાહનો જપ્ત કરવામાં આવતા હોય છે. શહેરમાં છેલ્લા બે વર્ષમાં પોલીસે 83,884 વાહનો જપ્ત કર્યા હતા. જેમાં 6,541 વાહનો છોડાવવા માટે કોઈ આવ્યુ જ નથી. અને આ વાહનો પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ધૂળ ખાઈ રહ્યા છે. ગુજરાત વિધાનસભાના સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા […]

ડીસામાં પોલીસે રાહદારીનો થેલો તપાસતા સાડા પાંચ કિલો ગાંજો મળી આવ્યો

ડીસા : સરહદી જિલ્લો બનાસકાંઠા હવે નશીલા પદાર્થોનો પ્રવેશ માર્ગ બની રહ્યો છે. અગાઉ હિમાચલ પ્રદેશના યુવક પાસેથી હેરોઇન ઝડપાયા બાદ  ડીસા શહેર ઉત્તર પોલીસે 5 કિલો અને 766 ગ્રામ ગાંજા સાથે રાજસ્થાનના એક શખ્સને દબોચી લીધો હતો. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો છે. રાજસ્થાનથી મોટી માત્ર દારૂની સાથે સાથે હવે ગાંજો પણ ગુજરાતમાં […]

ગુજરાતમાં બે વર્ષમાં 606.41 કરોડનો વિદેશી દારૂ અને નશીલા દ્રવ્યો પકડાયાં

ગાંધીનગરઃ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ તે માત્ર કાગળ પર હોવાનું સાબિત થયું છે. પાડોશી રાજ્યોમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવામાં આવતો હોવાનું જગજાહેર છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ વિદેશી-દેશી દારૂ અને અન્‍ય નશીલા દ્રવ્‍યો અંગે મુખ્યમંત્રીને પ્રશ્ન કર્યો હતો. આ સવાલના જવાબમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 606.41 કરોડનો વિદેશી […]

કચ્છના હરામીનાળામાંથી વધુ 7 પાકિસ્તાની બોટ પકડાઈ

BSF દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કર્યું અગાઉ 11 બોટ સાથે છ પાકિસ્તાની ઝડપાયાં હતા અમદાવાદઃ ગુજરાત પાકિસ્તાન સાથે દરિયો અને જમીની સીમાથી જોડાયેલો છે. તાજેતરમાં જ કચ્છના હરામીનાળામાંથી 11 બોટ મળી આવવાની ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં આજે વધુ 7 બોટ ઝડપી લેવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છના હરમીનાળામાંથી તાજેતરમાં 11 […]

જામનગર નજીક રૂપિયા 8 લાખનો બાયોડીઝલનો જથ્થો ઝડપાયો

જામનગરઃ ડીઝલના ભાવમાં અસહ્ય વધરા બાદ સૌરાષ્ટ્રમાં ગેરકાયદે બાયોડીઝલ વેચવાના હાટડા હાઈવે પર ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. ત્યારે જામનગર નજીકના મોટા થાવરિયા ગામ અને ઠેબા ચોકડી પાસેથી પંચકોશી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી બાયોડીઝલનું કૌભાંડ પકડી પાડ્યું હતુ. પોલીસે રૂપિયા આઠ લાખના બાયોડીઝલનો જથ્થા સાથે કુલ 21 લાખ 80 હજારનો મુદ્દામાલ જપ્ત કરી […]

રાજકોટમાં પોરબંદર તરફથી આવતો દૂધનો 120 કિલો નકલી માવો પકડાયો

રાજકોટઃ શહેરમાં નકલી ઘી બાદ હવે નકલી દુધનો માવો પકડાયો છે. શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા કરતા ભેળસેળિયા સામે મ્યુનિ.ના આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ પોરબંદર તરફથી આવતો દૂધનો 120 કિલો માવો અને 20 કિલો થાબડીનો નકલી જથ્થો ઝડપી પાડ્યો હતો. દૂધના માવાની અંદર મિલ્ક ફેટના બદલે વેજીટેબલ ફેટનો ઉપયોગ થયાનું […]

નકલી નોટોનો કારોબાર, સંતરામપુરમાં 17 હજારની નકલી નોટો સાથે મહિલા પકડાઈ

સંતરામપુરઃ  મહિસાગર જિલ્લાના સંતરામપુર નજીક આવેલા આંજણવા ગામે પોલીસે છાપો મારીને મકાનમાં ભારતીય ચલણની ડુપ્લીકેટ નોટોનો જથ્થો પકડી પાડયો હતો. પોલીસે ડુપ્લિકેટ નોટોના જથ્થા સાથે એક મહિ લાની અટકાયત કરી છે. જયારે મહિલાનો પતિ પોલીસ પહોંચે તે પહેલા જ ફરાર થઈ ગયો હતો. પોલીસે રૂપિયા 17 હજારની ડુપ્લિકેટ નોટો કબજે કરીને ગુનો નોંધી નોટોને એફએસએલ […]

ગાંધીનગરઃ ચંદનના લાકડા વેચવા જતાં પાંચ શખસ ઝડપાયા, કાર સાથે 5 લાખનું લાકડું જપ્ત

ગાંધીનગરઃ જિલ્લાનાં મહુડી-ફતેહપુરા રોડ પરથી ઈકો કારમાં સુખડ ચંદનના લાકડાનો જથ્થો ભરીને ડીલીવરી આપવા માટે નીકળેલા તસ્કરોને ગાંધીનગર એલસીબીની ટીમ દ્વારા ઝડપી પાડી રૂ. 5.34 લાખની કિંમતનું ચંદન જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાની વૈશ્વિક મહામારીના પગલે રાત્રિ કરફ્યુની અમલવારી માટે પોલીસને મોરચો સંભાળી લેવા જિલ્લા પોલીસ વડા મયુર […]

રાજકોટમાં ગેરકાયદેસર બાયોડીઝલના 3800 લિટર જથ્થા સાથે બે શખસ પકડાયા

રાજકોટઃ શહેરમાં ફરી એક વખત ગેરકાયદે બાયોડિઝલનું વેચાણ શરૂ થયું છે. પુરવઠા વિભાગ બાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદે બાયોડીઝલના 3800 લિટર જથ્થા સાથે બે શખસની ધરપકડ કરી હતી. ગેરકાયદે બાયોડીઝલના સેમ્પલને FSL ખાતે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં એક્સાઈઝ ડ્યુટી, વેટને લીધે પટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચતા પેટ્રોલ સંચાલિત વાહનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code