1. Home
  2. ગુજરાતી
  3. કિંગખાનની બર્થડે પર તેમની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘પઠાણ’નું ટિઝર રિલીઝ
કિંગખાનની બર્થડે પર તેમની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘પઠાણ’નું ટિઝર રિલીઝ

કિંગખાનની બર્થડે પર તેમની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘પઠાણ’નું ટિઝર રિલીઝ

0
Social Share
  • શાહરુખખાનની ફિલ્મ પઠામનું ટિઝર રિલીઝ
  • બર્થડેના દિવસે ફેન્સને મળી ફિલ્મના ટિઝરની ગીફ્ટ

મુંબઈઃ- બોલિવૂડ કિંગખાન આજે તેમનો 57મો  બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છે ત્યારે આજના દિવસે જ તેમની મોસ્ટ એવોઈટેડ ફિલ્મ પઠાણનું ટિઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે, શાહરુખની આ ફિલ્મની દર્શકો અને ચાહકો છેલ્લા ઘણા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ટિઝરમાં જોવા મળએ છે કે  ‘કિંગ ઓફ રોમાન્સ’ હવે ‘કિંગ ઓફ એક્શન’ બન્યો છે. ફિલ્મનું ટીઝર ખૂબ જ ધમાકેદાર દ છે. ટીઝર જોઈને લાગે છે કે શાહરૂખ ખાન તેની ફિલ્મ દ્વારા ‘ધૂમ’ અને ‘વોર’ જેવી એક્શન બ્લોકબસ્ટર્સને  પાછળ પછાડી શકે છે.

 શાહરૂખ, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમની ત્રિપુટી  અહી જોવા મળી રહી છે.આ સાથે ચાહકોને ફરી એકવાર દીપિકા અને શાહરૂખની જોડી જોવા મળશે. અગાઉ દીપિકા અને શાહરૂખ ખાનની જોડી ‘ઓમ શાંતિ ઓમ’, ‘ચેન્નઈ એક્સપ્રેસ’ અને ‘હેપ્પી ન્યૂ યર’માં જોવા મળી છે.

આ ટિઝર એક્શનથી ભરપુર જોવા મળે છે.ફાઈટર જેટથી લઈને રેસિંગ કાર અને સુપર બાઈકથી લઈને હેલિકોપ્ટર સાથે સ, સિદ્ધાર્થ આનંદે શાહરૂખને સ્ટંટ કરાવ્યા છે.’વોર’ અને ‘બેંગ બેંગ’ જેવી ફિલ્મો બનાવી ચુકેલા સિદ્ધાર્થ આનંદે આ ફિલ્મમાં શાહરૂખ ખાનને એવા અવતારમાં રજૂ કર્યો છે જેવો તે કદાચ પહેલા ક્યારેય જોવા મળ્યો નથી.શાહરુખ ખાન આ ફિલ્મમાં એક નવા લૂક અને અવતારમાં નજરે પડ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ સિનેમાઘરોમાં 25 જાન્યુઆરી 2023 ના રોજ હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થવા જઈ રહી છે.ફિલ્મ રિલીઝ પહેલા જ તેના વખાણ થી રહ્યા છએ ત્યારે જોવું રહ્યું કે શાહરુખની ફિલ્મ કેટલો કમાલ કરે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code