Homeગુજરાતીગુજરાતગાંધીનગરના બે કોન્ટેબલએ જમીન ખાલી કરાવવા ધમકી આપતા બન્નેને સસ્પેન્ડ કરાયા

ગાંધીનગરના બે કોન્ટેબલએ જમીન ખાલી કરાવવા ધમકી આપતા બન્નેને સસ્પેન્ડ કરાયા

ગાંધીનગરઃ શહેરમાં ફરજ બજાવતા બે કોન્ટેબલોએ અમદાવાદમાં જમીન ખાલી કરાવવા માટે ધમકી આપતા આ અંગે જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરવામાં આવી હતી. એસપીએ તપાસ કરાવીને ખાતરી કરાવ્યા બાદ બન્ને પોલીસ કોન્ટેબલોને સસ્પેન્ડ કરાયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  અમદાવાદના સોલા પોલીસ મથક વિસ્તારમા આવેલી જમીન ખાલી કરાવવા ધમકી આપનાર ગાંધીનગરના બે પોલીસ કર્મચારી સામે ગુનો નોંધાયો છે. જેને લઇને જિલ્લા પોલીસ વડાએ બંને કર્મચારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. બંને પોલીસ કર્મચારી જમીન ખાલી કરાવવા ગયા હતા અને જમીન માલીકને ધમકી આપી હતી. ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને ગાંધીનગરના સોનારડા ગામમા રહેતો મોહનભાઇ મહાદેવભાઇ દેસાઇ અને હેડક્વાટરમા ફરજ બજાવતો અને દહેગામના રબારીની મુવાડી ગામમાં રહેતો કોન્સ્ટેબલ વિજયભાઇ કુબેરભાઇ દેસાઇ ધમકી આપવા ગયો હતો. બંને પોલીસ કર્મચારી સામે પોલીસ ફરિયાદ નોંધાતા જિલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.

જિલ્લા પોલીસ વડા દ્વારા સ્પષ્ટ સંકેત આપી દેવામા આવ્યો છે કે, જે પોલીસ કર્મચારી ક્રાઇમ ઓછો કરવાની જગ્યાને ક્રાઇમ કરવામાં ભાગીદાર બનશે તેની સામે પણ કાર્યવાહી કરાશે. પોલીસ વડાએ બે પોલીસને સસ્પેન્ડ કરી દેતા ભ્રષ્ટ્ર કર્મચારીઓમા ફફડાટ ફેલાયો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular