1. Home
  2. revoinews
  3. Video: હાવડા બ્રિજ ઉપર જય જય શ્રી રામના સૂત્રોચ્ચાર સાથે હજારો લોકો ઊમટી પડ્યા
Video: હાવડા બ્રિજ ઉપર જય જય શ્રી રામના સૂત્રોચ્ચાર સાથે હજારો લોકો ઊમટી પડ્યા

Video: હાવડા બ્રિજ ઉપર જય જય શ્રી રામના સૂત્રોચ્ચાર સાથે હજારો લોકો ઊમટી પડ્યા

0
Social Share

કોલકાતા, 4 મે, 2026 – પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્ય વિધાનસભા ચૂંટણીનાં પરિણામ આજે જાહેર થઈ રહ્યા છે. દરમિયાન બંગાળમાં સત્તા પરિવર્તન થયું છે તેનો આનંદ રાજ્યના લોકોમાં એ હદે દેખાઈ રહ્યો છે કે સામાન્ય લોકો અલગ અલગ જગ્યાએ એકત્ર થઈને ઉજવણી કરી રહ્યા છે.

આવી જ એક ઉજવણીનો વીડિયો કોલકાતાના જગવિખ્યાત હાવડા બ્રિજનો આવ્યો છે. જ્યાં હજારોની સંખ્યામાં લોકો એકત્ર થયા છે અને જય શ્રીરામ, જય શ્રીરામના ગગનભેદી સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.

બીજી તરફ પશ્ચિમ બંગાળ સહિત પાંચ વિધાનસભાના પરિણામ આવી રહ્યા છે. પાંચ પૈકી આસામ, પશ્ચિમ બંગાળ તથા પુડુચેરીમાં ભાજપ-એનડીએ જીત તરફ આગળ વધી રહ્યા છે, જ્યારે કેરળમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળ યુડીએફ જોડાણ વિજય તરફ આગળ વધી રહ્યું છે. તો તમિળનાડુમાં અભિનેતા વિજયની નવી પાર્ટી જીતી રહી છે.

જુઓ વીડિયો…

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code