અમદાવાદ, 28 જુન 2026 : Accident between two cars in Shela શહેરમાં પૂરફાટ દાડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ એસ જી હાઇવેથી વીઆઇપી સર્કલને જોડતા રોડ ઉપર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. યોગ સર્કલ ચાર રસ્તા પાસે મર્સિડીઝની જોરદાર ટક્કર વાગતા કિયા કાર રોડની સાઈડમાં જતી રહી હતી. જેના કારણે એરબેગ ખુલી ગઈ હતી. કારમાં બેઠેલા વ્યક્તિને સામાન્ય ઇજા થઈ હતી. સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, શહેરના શેલા વિસ્તારમાં વીઆઈપી રોડ પર યોગ સર્કલ ચાર રસ્તા પાસે કર્ણાવતી ક્લબ રોડ તરફથી આવતી મર્સિડીઝ કાર અને શેલા તરફથી આવી રહેલી કિયા કાર સામસામે ધડાકા સાથે અથડાયા હતા. બંને કારને ટક્કર વાગતા એરબેગ ખુલી ગઈ હતી અને કારમાં બેઠેલા વ્યક્તિઓને સામાન્ય ઇજા થઈ હતી. અકસ્માતના પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.બંને કારના આગળના બોનેટના ભાગને જોરદાર નુકસાન થયું હતું. ટક્કર વાગતાની સાથે કિયા કાર રોડની સાઈડમાં જતી રહી હતી. જોકે વહેલી સવારનો સમય હતો અને રોડની આજુબાજુમાં ખૂબ ઓછા લોકો હતા જેથી કોઈ જાનહાનિ થઈ નથી. સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


