1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરામાં વાઘોડિયા રોડ પર કારમાં જઈ રહેલા કાપડના વેપારી પર ફાયરિંગ
વડોદરામાં વાઘોડિયા રોડ પર કારમાં જઈ રહેલા કાપડના વેપારી પર ફાયરિંગ

વડોદરામાં વાઘોડિયા રોડ પર કારમાં જઈ રહેલા કાપડના વેપારી પર ફાયરિંગ

0
Social Share

વડોદરા, 28 જુન 2026 : Firing on a cloth merchant travelling in a car શહેરના વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા જવાના મુખ્ય માર્ગ પર મોડી રાતે  કારમાં જઈ રહેલા કાપડના વેપારી પર ફાયરિંગ કરાતા ઈજાગ્રસ્ત વેપારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. ફાયરિંગ કરીને નાસી ગયેલા શખ્સોને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના વાઘોડિયા રોડ પર પ્રાઈમસિટી સોસાયટીમાં રહેતા અને કપડાનો વેપાર કરતા 37 વર્ષીય આશિષકુમાર મદનલાલ બાકોલીયા 26 જૂનની રાત્રે સવા દસ વાગ્યાના અરસામાં પોતાની દુકાન બંધ કરી ફોર વ્હીલર કાર લઈને એકલા ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન વાઘોડિયા ચોકડી પાસે ગ્રીન સિગ્નલ ચાલુ હોવાથી ટ્રાફિકને કારણે તેમણે પોતાની કાર ધીમી પાડી હતી. આ તકનો લાભ ઉઠાવી, વડોદરા તરફથી બાઈક પર આવેલા બે અજાણ્યા ઇસમો પૈકી પાછળ બેસેલા શખસે અચાનક કારની બાજુમાં આવીને આશિષકુમાર પર સીધું ફાયરિંગ કર્યું હતું. ફાયર થયેલી ગોળી કારના ડ્રાઇવર સાઇડનો કાચ તોડીને સીધી આશિષકુમારના જમણા હાથના બાવળા પર વાગતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. મોટરસાયકલ ચલાવનારે કાળા કલરનું હેલ્મેટ અને પાછળ બેસનારે મોઢા પર માસ્ક પહેરેલું હતું. બંને હુમલાખોરો ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા.

ઇજાગ્રસ્ત વેપારીએ તુરંત જ કાર રોડની સાઇડમાં ઊભી રાખી પોલીસ કંટ્રોલ રૂમના 112 નંબર અને 108 એમ્બ્યુલન્સને ફોન કરીને જાણ કરી હતી. ઘટનાસ્થળે સૌપ્રથમ પોલીસની ગાડી અને ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ આવી પહોંચતા ઇજાગ્રસ્ત આશિષકુમારને તાત્કાલિક સારવાર અર્થે SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ઇજાગ્રસ્ત વેપારીને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે અને તેઓ સંપૂર્ણ ભાનમાં છે. આ ચકચારી ઘટનાને પગલે પોલીસે અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code