ભાવનગર, 28 જુન 2026 : Jalabhishek of Lord Jagannath with water from 7 rivers શહેરમાં 16મી જુલાઈને અષાઢી બીજના દિને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજીની 41મી રથયાત્રા નિકળશે. રથયાત્રા પૂર્વે આવતી કાલે તા. 29મીને સોમવારે જેઠ સુદ પૂનમના દિવસે જળાભિષેકનો કાર્યક્રમ યોજાશે. નિજ મંદિર સુભાષનગર ખાતે ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલરામજી તથા બહેન સુભદ્રાજીને કેસર, ચંદન અને પંચામૃત તથા સાત નદીઓના નીર તથા જગન્નાથપુરીથી આવેલ ઈન્દ્રધ્રુમન સરોવરના નીરથી જળાભિષેક કરવામાં આવશે.
ભાવનગર શહેરમાં અષાઢી બીજને તા. 16 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી એકસાથે શહેરની પરિક્રમાએ નીકળશે. હાલ રથયાત્રાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. હિન્દુઓની આસ્થાના પ્રતિક સમાન ભગવાન જગન્નાથજીની 41 મી રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજીની જુદીજુદી પારંપરિક વિધિઓ યોજાય છે, જેમાં આવતી કાલે સોમવારના રોજ શહેરના ભગવાનેશ્વર મંદિરે ભગવાન જગન્નાથજીના જળાભિષેકનો કાર્યક્રમ યોજાશે. જેમાં ભગવાનેશ્વર મંદિરે ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીની કેસર-ચંદન, પંચામૃત તેમજ 7 નદીઓના નીર તથા શ્રી જગન્નાથપુરીથી આવેલ ઈન્દ્રધ્રુમન સરોવરના નીર વડે જલાભિષેક આવશે. ભગવાનેશ્વર મંદિર ખાતે ચાંદીના ચારણામાં પંચામૃત અને નદીઓ જળથી યજમાન અને ટ્રસ્ટીમંડળના વિવિધ સભ્યોના હસ્તે જલાભિષેક કરવામાં આવશે, જેમાં ભૂદેવો દ્વારા પૂજન અર્ચન અને ખાસ મંત્રોચ્ચાર સાથે આ જળાભિષેકની વિધિ કરવામાં આવે છે.


