મુંબઈઃ ટીવી અભિનેત3 કુશાલ ટંડનની મુંબઈમાં આવેલી રેસ્ટોરેન્ટને ભારે વરસાદના કારણે નુકશાન થયું હોવાનું જાણવા મળે છે. કુશાલે સોશિયલ મીડિયામાં પોતાની ટેટેલી રેસ્ટોરન્ટનો વીડિયો અને ફોટા શેર કરીને જાણકારી પ્રશંસકોને આપી હતી.
મુંબઈમાં ભારે વરસાદના કારણે રેસ્ટોરન્ટને થયેલા નુકશાન અંગે સોશિયલ મીડિયામાં અભિનેતાએ લખ્યું છે કે, મારી રેસ્ટોરેન્ટ સાથે આવુ કરવા બદલ આભાર.. કોરોનાને કારણે થયેલા નુકશાન ઓછુ હોય તેમ ભારે વરસાદમાં પણ નુકશાન થયું છે. જો કે, સદનસીબે આ બનાવમાં કોઈ કર્મચારીને ઈજા થઈ નથી. અભિનેતા કુશાલ ટંડને આ રેસ્ટોરન્ટને ભારે મહેનતથી ઉભી કરી હતી. આને ખાસ બનાવવા માટે ફ્રાંસથી ડિઝાઈનર પણ બોલાવાયાં હતા.
અભિનેતા કુશાલ ટંડને જણાવ્યું હતું કે, હવે ફરીથી તેને રીપેરિંગ કરાવવા ના પ્રયાસ કરીશે. આ છ હજાર વર્ગ ફુટની જગ્યામાં ફેલાયેલી છે. આને રીપેરીંગ કરાવવું સરળ નથી. પરંતુ તેને આમ જ ના છોડી શકાય. તેને ગમે તેમ કરીને જલ્દીથી જલ્દી રિપેરીંગ કરાવીશ.
મુંબઈમાં મેઘરાજા મનમુકીને વરસ્યા હતા. જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. તેમજ લોકલ ટ્રેન સેવાને પણ અસર થઈ હતી. મુંબઈમાં ભારે વરસાદના પગલે જનજીવનને પણ અસર પડી હતી.
(Photo – Social Media)


