1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દિલ્હીના પ્રતાપનગરમાં કાપડ ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના – એકનું મોત
દિલ્હીના પ્રતાપનગરમાં કાપડ ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના – એકનું મોત

દિલ્હીના પ્રતાપનગરમાં કાપડ ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના – એકનું મોત

0
Social Share
  • દિલ્હી પ્રતાપનગર ફેક્ટરીમાં આગ
  • ભીષણ આગમાં એકનું મોત
  • પ્રત્યેક્ષની કહેવા પ્રમાણે સિલીન્ડર ફાટવાથી લાગી આગ
  • કલાકોની મહેનત બાદ આગ કાબૂમાં

દિલ્હી – દેશની રાજધાની દિલ્હીના આજરોજ વહેલી સવારે પ્રતાપ નગર વિસ્તારમાં આવેલી કાપડની ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના બનવા પામી હતી. માહિતી મળતાની સાથે જ એક ડઝનથી પણ વધુ ફાયર ગાજીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, કલાકોની ઘણી જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.

મળતી માહિતી પ્રમાણે હાલ અહીં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આ ભીષણ આગમાં ફેક્ટરીમાં એક વ્યક્તિનું મોત થયું હોવાના સમાચાર  મળી રહ્યા છે. જોકે હજી સુધી મૃતકની ઓળખ સામે આવી નથી. અત્યારે 28 ફાયર ગાડીઓ હાજર છે અને આગને ઠંડૂ પાડવાનું કામ ચાલી રહ્યું છે.

આ ઘટના મામલે ફાયર ઓફિસર રાજીન્દર અટવાલે જણાવ્યું હતું કે, આ ઘટનાને નજરે જોનારના ક્યા પ્રમાણે એલપીજી સિલિન્ડરના વિસ્ફોટથી આગ લાગવાની ઘટના બની હતી. રાહત અને બચાવ કાર્ય દરમિયાન એક ફાયરમેન ઘાયલ પણ થયો હતો, જેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

સાહિન-

 

 

 

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code