Homeગુજરાતીખોરાકકિચન ટિપ્સઃ- શું તમે ભરેલા સ્ટિમ ટામેટા ખાધા છે ,જો નહી તો...

કિચન ટિપ્સઃ- શું તમે ભરેલા સ્ટિમ ટામેટા ખાધા છે ,જો નહી તો જાણીલો સ્ટીમ સ્ટફ ટામેટા બનાવવાની  આ ઈઝી રીત

સાહિન મુલતાનીઃ-

સામગ્રી

  • 6 નંગ – ટામેટા
  • 6 ચમચી – બેસન
  • સ્વાદ પ્રમાણે – મીઠું
  • જરુર પ્રમાણે – લીલા ઘાણા
  • 2 ચમચી – ઘાણાજીરાનો પાવડર
  • 2 ચમચી – લાલ મરચાનો પાવડર
  • 2 ચમચી – વાટેલું લસણ
  • જરુર પ્રમાણે – હરદળ
  • 1 ચમચી – લીબુંનો રસ
  • 1 ચમચી – ખાંડ
  • 1 ચમચી – લીલા મરચાની પેસ્ટ
  • 2 કપ – છાસ
  • જરુર પ્રમાણે – પાણી

સ્ટફ ટામેટા બનાવવાની રીત-

  • સૌ પ્રથમ 6 નંગ ટામેટા લો, તેના ઉપરથી ટામેટાનું ડિચીયું કાઢી લો, હવે એક અણીદાર ચપ્પુ કે કટર લઈને ટામેટામાંથી તેનો પલ્પ કાઢીલો અને ટામેટાને ખાલી કરી દો.
  • હવે એક તપેલી લો  તેમાં બેસન લો બેસનમાં હવે છાસ એડ કરીને બરાબર મિક્સ કરીલો
  • ત્યાર બાદ તેમાં જરુર પ્રમાણે હરદળ, મીઠું અને લીલા મરચાની પેસ્ટ ઉમેરીદો
  • હવે આ બેસનમાં લીબુંનો રસ અને ખાંડ ઉમેરીને લસણની પેસ્ટ ઉમેરી દો
  • હવે ત્યાર બાદ જો આ બેસન ઘટ્ટ જણાય તો થોડુ પાણી એડ કરીને તેને થોડુ પાતળું રહે તે રીતૈ તૈયાર કરી લો,
  • હવે જે ટામેટાની અંદરથી આપણે પલ્પ કાઢી નાખ્યો હતો તેને પણ બેસન વાળા ખીરામાં એડ કરીને બરાબર મિક્સ કરીલો
  • હવે એક ઈડલીનું કુકર લો તેમાં પાણી નાખઈને ગરમ કરવા રાખો અને તેમાં કાણા વાળી ડિશ ખાલી રાખીદો
  • ત્યાર બાદ જે બેસનનું સ્ટફિંગ તૈયાર કર્યું છે તેને દરેક ટામેટામાં આખું ટામેટું ભરાય જાય તે રીતે ફિલ કરીદો,
  • હવે ઉપરથી લીલા ઘાણા ,ઘાણાજીરુ પાવડર અને લાલ મરચું ભભરાવી દો
  • હવે ટામેટાની સ્ટિમ કરવા કુકરમાં ઊભા રાખઈને ગોઠવી દો 10 થી 15 મિનિટ ટામેટાને સ્ટિમ કરીદો,
  • તૈયાર છે તમારા સ્ટિમ સ્ટફેડ ટામેટા જેને નાસ્તામાં સર્વ કરી શકો છો જો તમે ઈચ્છો તો ગ્રીન ચટણી સાથે ખાય શકો છો.
સંબંધિત લેખો

Most Popular