રાજ્યસભા ચૂંટણી 2026: નીતિશ કુમારે ઉમેદવારી ફોર્મ ભર્યું
પટના, 5 માર્ચ, 2026: બિહારમાં 10 વાર મુખ્યમંત્રી પદના શપથ લેનાર નીતિશ કુમારએ આજે ગુરુવારે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત એનડીએના સિનિયર નેતાઓ પસ્થિત રહ્યાં હતા. ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ 27 ફેબ્રુઆરીમાં નીતિશ કુમારએ 10મી વાર મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. દરમિયાન તેમણે રાજ્યસભામાં જવાની નીતિશ કુમારે ઈચ્છા વ્યક્ત કરીને તમામને ચોંકાવી દીધા હતા. બીજી તરફ બિહારમાં હવે નવા મુખ્યમંત્રી કોણ બનશે લઈને ચર્ચાઓ તેજ બની છે.
બિહાર વિધાનસભામાં નીતિશ કુમાર સહિતના અન્ય નેતાઓએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. નીતિશ કુમાર, નિતિન નવીન, રામનાથ ઠાકુર, ઉપેન્દ્ર કુશવાહા અને શિવેશ કુમારએ પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ દરમિયાન અમિત શાહ, નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી, વિજય સિન્હા, મંત્રી વિજેન્દ્ર યાદવ, વિજય ચૌધરી સહિતના ભાજપા-જેડીયુના સિનિયર નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. દરમિયાન અમિત શાહે ભાજપાના સિનિયર નેતાઓ સાથે બેઠક કરી હોવાનું પણ જાણવા મળે છે.
ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા જ નીતિશ કુમારએ જણાવ્યું હતું કે, રાજ્યમાં નવા મુખ્યમંત્રી અને તેમની સરકારને હું સંપૂર્ણ સહયોગ અને માર્ગદર્શન આપીશ. બે દાયકાથી વધુ સમયથી બિહારની જનતાએ મારા ઉપર વિશ્વાસ કરવાની સાથે મને સમર્થન આપ્યું છે. આ વિશ્વાસની તાકાતથી અમે બિહાર અને બિહારની જનતાની પૂરી નિષ્ઠાથી સેવા કરી છે. જનતાનો ભરોસો અને સમર્થનની શક્તિથી આજે બિહાર વિકાસ અને ગરિમાની નવી ઓળખ પ્રસ્તુત કરી રહ્યો છે.
આ પણ વાંચોઃ રાજ્યસભા ચૂંટણી જંગ: કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી


