1. Home
  2. Agency
  3. News
  4. મહારાષ્ટ્રમાં મહિલા કર્મચારીઓને વિશિષ્ટ સુવિધાઃ જાણો “વહેલા આવો-વહેલા જાઓ” યોજના શું છે?
મહારાષ્ટ્રમાં મહિલા કર્મચારીઓને વિશિષ્ટ સુવિધાઃ જાણો “વહેલા આવો-વહેલા જાઓ” યોજના શું છે?

મહારાષ્ટ્રમાં મહિલા કર્મચારીઓને વિશિષ્ટ સુવિધાઃ જાણો “વહેલા આવો-વહેલા જાઓ” યોજના શું છે?

0
Social Share

મુંબઈ, 11 માર્ચ, 2026 – Special facility for women employees મહિલા દિવસની પૃષ્ઠભૂમિમાં “કમ અર્લી-ગો અર્લી” (વહેલા આવો-વહેલા જાઓ) નિર્ણય હેઠળ મુંબઈ મહાનગર ક્ષેત્રની મહિલા કર્મચારીઓને સવારે 9:15 થી 9:45 વાગ્યાની વચ્ચે કાર્યાલયમાં વહેલા આવીને જેટલી મિનિટ વહેલા કામ શરૂ કરશે, તેટલી જ મિનિટ સાંજે કાર્યાલયથી વહેલા નીકળવાની પરવાનગી આપવામાં આવશે.

મહારાષ્ટ્રમાં હવે સરકારી મહિલા કર્મચારીઓ માટે રાજ્યના નવા ડેપ્યુટી સીએમ સુનેત્રા પવાર એક ખાસ સ્કીમ લઈને આવ્યા છે. તેમણે ‘વહેલા આવો-વહેલા જાઓ’ એટલે કે ‘કમ અર્લી-ગો અર્લી’ સ્કીમની જાહેરાત કરી છે. વિધાન પરિષદમાં મંગળવારે ઉપમુખ્યમંત્રીએ આ જાહેરાત કરી હતી.

શું છે કમ અર્લી-ગો અર્લી સ્કીમ?

મહિલા દિવસને ધ્યાનમાં રાખીને “કમ અર્લી-ગો અર્લી” નિર્ણય હેઠળ મુંબઈ મહાનગર ક્ષેત્રની મહિલા કર્મચારીઓને સવારે 9:15 થી 9:45 વાગ્યાની વચ્ચે કાર્યાલયમાં વહેલા આવીને જેટલી મિનિટ વહેલા કામ શરૂ કરશે, તેટલી જ મિનિટ સાંજે કાર્યાલયથી વહેલા નીકળવાની પરવાનગી આપવામાં આવશે. એટલે કે અંદાજે 30 મિનિટની છૂટ મળશે. આ નિર્ણયથી ભીડભાડના સમયે મહિલાઓને થતી મુશ્કેલી ઓછી થશે અને તેમને મોટી રાહત મળશે.

વિધાન પરિષદમાં થયેલી ચર્ચા દરમિયાન અનેક સભ્યોએ મહિલા સશક્તિકરણ અંગે મહત્વનાં સૂચનો આપ્યાં હતાં, જેના માટે ઉપમુખ્યમંત્રી સુનેત્રા પવારે તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આશ્વાસન આપ્યું હતું કે સરકાર આ તમામ સૂચનો પર સકારાત્મક વિચાર કરી જરૂરી પગલાં લેશે.

આ પ્રસંગે તેમણે જીજાબાઈ, અહિલ્યાબાઈ હોલકર અને તારાબાઈનાં કાર્યોમાંથી પ્રેરણા લઈને મહિલાઓના સશક્તિકરણ માટે કામ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે મહિલાઓનું સશક્તિકરણ માત્ર આર્થિક જ નહીં, પરંતુ સામાજિક, સાંસ્કૃતિક અને માનસિક રીતે પણ તેટલું જ મહત્વનું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code