1. Home
  2. Bharat@2047
  3. GCCIના વાર્ષિક ટ્રેડ એક્સ્પો GATE 2026નું ભવ્ય સમાપન, “ધુરંધર” રાકેશ બેદીની પ્રેરક ઉપસ્થિતિ
GCCIના વાર્ષિક ટ્રેડ એક્સ્પો GATE 2026નું ભવ્ય સમાપન, “ધુરંધર” રાકેશ બેદીની પ્રેરક ઉપસ્થિતિ

GCCIના વાર્ષિક ટ્રેડ એક્સ્પો GATE 2026નું ભવ્ય સમાપન, “ધુરંધર” રાકેશ બેદીની પ્રેરક ઉપસ્થિતિ

0
Social Share
  • ગુજરાતના ઔદ્યોગિક નેતૃત્વ અને ‘વિઝન 2047′ પ્રત્યેની પ્રતિબદ્ધતા વધુ સુદ્રઢ બની

ગાંધીનગર, 19 એપ્રિલ, 2026 – GCCIના વાર્ષિક ટ્રેડ એક્સ્પો GATE 2026નું શનિવારે અહીં ભવ્ય સમાપન થયું હતું. આ પ્રસંગે “ધુરંધર” ફેમ પીઢ કલાકાર રાકેશ બેદીની ઉપસ્થિતિ પ્રેરક રહી હતી. શ્રી બેદીએ કલાકાર તરીકે પોતાની કારકિર્દી વિશે અનુભવો શૅર કર્યા હતા.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા આયોજિત ફ્લેગશિપ વાર્ષિક ટ્રેડ એક્સ્પો ‘GATE 2026’ ની બીજી આવૃત્તિનું ગાંધીનગર સ્થિત હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ઉત્સાહભેર સમાપન થયું. ત્રણ દિવસીય આ આયોજન ગુજરાતની ઔદ્યોગિક ગતિશીલતા, સાહસિક શ્રેષ્ઠતા અને રાષ્ટ્રીય સંકલ્પ ‘વિઝન 2047‘ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રતીક બની રહ્યું. 36,000 થી વધુ B2B મુલાકાતીઓ અને વિવિધ ક્ષેત્રોના 500થી વધુ પ્રદર્શકોની સહભાગીતા સાથે, આ એક્સ્પો નવીનતા, સહયોગ અને ઉચ્ચ-મૂલ્ય ધરાવતા વ્યાપારિક જોડાણો માટે એક જીવંત પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યો છે, જેણે ભારતના આર્થિક પરિદ્રશ્યમાં ગુજરાતના નેતૃત્વને પુનઃ પ્રસ્થાપિત કર્યું છે.

આ પણ વાંચોઃ GCCI પ્રેરિત ગુજરાત એન્યુઅલ ટ્રેડ એક્સ્પોનો મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભવ્ય પ્રારંભ

સમાપન સત્રમાં GCCIના પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયરે સંબોધન કરતા એક્સ્પોની કામગીરીની વિસ્તૃત સમીક્ષા રજૂ કરી હતી. તેમણે તમામ પ્રાયોજકો, ભાગીદારો, વક્તાઓ અને સહભાગીઓના અમૂલ્ય યોગદાનને બિરદાવ્યું હતું અને ‘વિઝન 2047’ પ્રત્યે GCCIની અટલ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. “ગુજરાતનું વિઝન – વૈશ્વિક મહત્વાકાંક્ષાઓ” (Gujarat’s Vision – Global Ambitions) થીમ પર ભાર મૂકતા તેમણે નવીનતા, સાહસવૃત્તિ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતાને પ્રોત્સાહન આપવાના GCCIના અવિરત પ્રયાસોની ખાતરી આપી હતી.

Grand conclusion of GCCI's annual trade expo GATE 2026
Grand conclusion of GCCI’s annual trade expo GATE 2026

એક્સ્પોના અંતિમ દિવસે અનેક પ્રભાવશાળી કાર્યક્રમો યોજાયા હતા. ‘ડેમો ડે’ દ્વારા ઊભરતા સાહસિકોને નિષ્ણાત પ્રેક્ષકો સમક્ષ તેમની નવીનતાઓ પ્રસ્તુત કરવાની તક મળી હતી. એડિન્ટોર્સના ચીફ ક્રિએટિવ ઓફિસર સુશ્રી દેવકી માર્ક્સ દ્વારા સંચાલિત ‘પિચ મેરેથોન’માં અગ્રણી રોકાણકારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શ્રી વિન્સ્ટન ટેક્સેરા (ઇન્વેસ્ટમેન્ટ મેનેજર, એનરિશન ઇન્ડિયા કેપિટલ ઇન્ક), શ્રી રાહુલ વૈદ્ય (પાર્ટનર, ઇકોસિસ્ટમ વેન્ચર્સ), શ્રી અનિલ જોશી (ફાઉન્ડર અને મેનેજિંગ પાર્ટનર, યુનિકોર્ન ઇન્ડિયા વેન્ચર્સ), શ્રી વિનોદ શંકર (ફાઉન્ડિંગ પાર્ટનર, જાવા કેપિટલ) અને શ્રી સુરેશ નરસિમ્હા (કો-ક્રિએટર, કો-ક્રિએટ વેન્ચર્સ) નો સમાવેશ થાય છે. આ સત્ર દ્વારા સ્ટાર્ટઅપ્સ અને રોકાણકારો વચ્ચે અર્થપૂર્ણ સંવાદ અને ગહન ચર્ચા શક્ય બની હતી.

આ પણ વાંચોઃ GATE 2026ના બીજા દિવસે અભિનેત્રી સોનાલી બેન્દ્રેની પ્રેરક હાજરી, જુઓ VIDEO

આ ઉપરાંત, એક્સ્પોમાં વર્તમાન વિષયો પર પેનલ ચર્ચાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. “બિલ્ડિંગ કોન્શિયસ બ્યુટી બ્રાન્ડ્સ ઇન મોર્ડન ઇન્ડિયા” વિષય પર GCCI BWC કમિટીના અધ્યક્ષ સુશ્રી આશા વઘાસિયા દ્વારા સંચાલિત સત્રમાં સુશ્રી શુભિકા જૈન (ફાઉન્ડર અને CEO, RAS લક્ઝરી સ્કિનકેર), સુશ્રી આશ્કા ગોરાડિયા (કો-ફાઉન્ડર, રેની કોસ્મેટિક્સ) અને સુશ્રી તનિષા લખાણી (ફાઉન્ડર, પ્રોટચ)એ ભાગ લીધો હતો. આ પેનલે ભારતના સૌંદર્ય ઉદ્યોગની ઝડપી વૃદ્ધિ, ગ્રાહકોની બદલાતી પસંદગીઓ અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા વૈશ્વિક વિસ્તરણની ક્ષમતાઓ પર પ્રકાશ પાડ્યો હતો.

અન્ય એક મહત્વપૂર્ણ સત્ર “વુમન ઇન લીડરશિપ: બ્રેકિંગ ધ ગ્લાસ સીલિંગ” ડેલોઇટ ઇન્ડિયાના પાર્ટનર સુશ્રી કરિશ્મા ફાતર્ફેકર દ્વારા સંચાલિત હતું. જેમાં સુશ્રી સ્મિતા પાટીલ (નેશનલ પ્રેસિડેન્ટ, નારેડકો માહી), સુશ્રી કેતકી ગોર મહેતા (પાર્ટનર, સિરિલ અમરચંદ મંગળદાસ) અને સુશ્રી મોનાઝ નોબેલ (CFO, સેન્ડોઝ પ્રાઇવેટ લિમિટેડ) એ ભારતમાં મહિલા નેતૃત્વના પરિવર્તનશીલ પ્રવાહો અને પડકારો વિશે મંતવ્યો રજૂ કર્યા હતા.

Grand conclusion of GCCI's annual trade expo GATE 2026
Grand conclusion of GCCI’s annual trade expo GATE 2026

ધુરંધર રાકેશ બેદીની પ્રેરક ઉપસ્થિતિ

અંતિમ દિવસનું મુખ્ય આકર્ષણ સુપ્રસિદ્ધ અભિનેતા, લેખક અને મોટિવેશનલ સ્પીકર શ્રી રાકેશ બેદી સાથેની ખાસ વાતચીત (Fireside Chat) હતી, જેનું સંચાલન GCCIની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય શ્રી વિનોદ માલવિયાએ કર્યું હતું. ચાર દાયકાથી વધુના અનુભવ પરથી શ્રી બેદીએ સર્જનાત્મકતા, મક્કમતા અને વ્યાવસાયિક શ્રેષ્ઠતા પર પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતા અને ત્યારબાદ તેઓ સમાપન સમારોહમાં પણ ઉપસ્થિત રહ્યા હતા.

તમામ પ્રદર્શકોએ GATE 2026ના આયોજન, મુલાકાતીઓની સંખ્યા અને વ્યાપારિક ગુણવત્તા બાબતે ઉચ્ચ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ એક્સ્પો દ્વારા અનેક બિઝનેસ લીડ્સ, વ્યૂહાત્મક ભાગીદારી અને નેટવર્કિંગની તકો પ્રાપ્ત થઈ હતી. GCCI એ આ સફળતા બદલ મુખ્ય પ્રાયોજક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને એસ્ટ્રલ લિમિટેડ, સહ-પ્રાયોજક ટોરેન્ટ ગ્રુપ, પ્લેટિનમ સ્પોન્સર ગણેશ હાઉસિંગ લિમિટેડ, ડાયમંડ સ્પોન્સર અરવિંદ સ્માર્ટપાર્ક, અને ગોલ્ડ સ્પોન્સર્સ અનંતબાગ, સિગ્નિયા બ્રાન્ડવર્કસ LLP, સોલિઓસ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ, સિમ્ફની લિમિટેડ અને વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તેમજ તમામ સિલ્વર અને સેક્ટર સ્પોન્સર્સનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

Grand conclusion of GCCI's annual trade expo GATE 2026
Grand conclusion of GCCI’s annual trade expo GATE 2026

GATE 2026નું સમાપન માત્ર એક પ્રદર્શનના અંત તરીકે નહીં, પરંતુ નવીનતા અને આર્થિક પ્રગતિના પ્રેરક તરીકે થયું છે. GCCI આ ગતિને જાળવી રાખી ગુજરાતની વૈશ્વિક મહત્વાકાંક્ષાઓ અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિઝન 2047’ તરફની ભારતની યાત્રામાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે કટિબદ્ધ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code